________________
५२२
श्री मल्लिनाथ चरित्र नलोऽवोचच्छंशुमारपुरं प्रापय मां प्रभो ! । देव एवं विधायाऽऽशु, सुधाशनपदं ययौ ॥४३८।। नलोऽपि तत्पुरोपान्तोद्याने चैत्यं व्यलोकयत् । तदन्तर्नमिनाथस्य, प्रतिमां प्रणनाम च ॥४३९।। शुंशुमारपुरस्याऽन्तर्यावद् विशति कुब्जकः । तदालानं समुन्मूल्य, भ्राम्यति स्म मतङ्गजः ॥४४०॥ स्फुरन्तं नाधिसेहे स, समीरमपि तीरगम् ।
आचकर्ष करेणोच्चैः, सनीडनीडजानपि ॥४४१॥ પરિભ્રમણ કરે છે? તારે જે સ્થાને જવાની ઇચ્છા હોય તે સ્થાને હું તને મૂકી દઉં.” (૪૩૭)
એટલે નળરાજા બોલ્યો કે, “હે દેવ ! મને સુંસમારપુરે મૂકો.” તેથી દેવ તેને ત્યાં મૂકી તરત જ પોતાના દેવલોકમાં ચાલ્યો ગયો. (૪૩૮)
નગર ઉદ્યાને વંદે નમિજિન પાય.
વશ કરે કુન્જરૂપે ગજરાય. નળરાજાએ તે નગરની સમીપના ઉદ્યાનમાં એક ચૈત્ય જોયું. અને તેમાં શ્રીનમિનાથભગવંતની પ્રતિમા જોઈ એટલે તેને તે નમ્યો. (૪૩૯)
પછી કૂબડા સ્વરૂપી નળરાજા નગરમાં પ્રવેશ કરવા આગળ ચાલ્યો. તે સમયે એકતાથી આલાનસ્તંભને ઉખેડી નગરમાં ભમતો હતો. (૪૪૦)
તે સામા આવતા પવનને પણ સહન કરતો ન હતો. પોતાની સુંઢવડે વૃક્ષો પરથી પક્ષીઓ સહિત માળાઓને ખેંચી લેતો હતો. (૪૪૧)