________________
५१७
પB: સા:
तदा च भीमजां मुक्त्वा, परिभ्राम्यन् वने नलः । कक्षात् समुत्थितं धूममपश्यद् गगनातिगम् ॥४१३।। धूमो निमेषमात्रेणाप्यभूत् कीलाकरालितः । वने समुद्यत्कुसुमकिंशुकौघभ्रमप्रदः ॥४१४॥ दह्यमानेषु वंशेषु, क्रीडत्सु श्वापदेषु च । शब्दाद्वैतमभूत् तत्र, कल्पान्तभ्रान्तिकृत्तदा ॥४१५।। नलो दवानले दीप्तेऽथाऽश्रौषीत् पुरुषस्वरम् । रक्ष मां नलभूपालेक्ष्वाकुवंशसमुद्भव ! ॥४१६।। अकारणोपकर्तारः, सन्तो यदि तदाऽपि हि ।
उपकारं करिष्यामि तुभ्यमभ्यधिकं नृप ! ॥४१७।। દમયંતીનો ત્યાગ કરી વનમાં ભમતાં વનના એક પ્રદેશમાંથી ઉઠેલો અને આકાશને ઓળંગી જતાં એવા ધૂમાડાને નળરાજાએ જોયો. (૪૧૩)
વનમાં થનારા કેસૂડાના પુષ્પોની ભ્રાંતિ કરાવનાર તે ધૂમાડો આંખના પલકારામાં તો જવાલાઓથી ભયંકર થઈ પડ્યો. (૪૧૪)
ત્યાં એકબાજુ વાંશ બળતા હતા તો બીજી બાજુ વ્યાપદોની પોકાર કરતા હતા. તેથી કલ્પાંતકાળની ભ્રાંતિ કરનાર બધું શબ્દમય થઈ ગયું હતું. (૪૧૫)
એવામાં તે દીપ્ત દાવાનળમાં નળરાજાએ પુરુષનો શબ્દ સાંભળ્યો. “હે ઇક્વાકુવંશના ભૂષણરૂપ નળરાજા ! મારૂં રક્ષણ કર. (૪૧૬)
જો કે સજ્જનો નિષ્કારણ ઉપકાર કરનાર હોય છે તો પણ હે રાજન્ ! હું તો તારી પર અધિક ઉપકાર કરીશ.” (૪૧૭)