________________
ષષ્ઠઃ સર્વાં
आगच्छन्तीं सुतां श्रुत्वाऽभ्यागमद् भीमभूपतिः । वाजिना वायुवाजेन, स्नेहेन च पुरस्कृतः || ४०३॥ आयान्तं पितरं वीक्ष्य, भैमी चरणचारिणी । तत्पदाम्भोजयोः स्मेरमुखाम्भोजाऽपतत्ततः ॥ ४०४||
तयोर्मिलितयोर्नेत्रनीरैः प्रसृमरैस्तदा ।
भूरिपङ्काऽभवद् भूमिः पयोदसमये यथा ॥ ४०५ ।।
,
पुष्पदन्ती तदायातां, दवदन्तीं निजाङ्गजाम् । आश्लिष्यति स्म सुदृढं, राजहंसीव पद्मिनीम् ||४०६||
मुक्तकण्ठं च तत्कण्ठं, लगित्वाऽरुददुच्चकैः । नलप्रिया भवेद् दुःखमिष्टे दृष्टे नवं यतः ॥४०७||
५१५
દમયંતીને કુંડિનપુર તેડી ગયો. (૪૦૨)
પોતાની પુત્રીને આવતી સાંભળી ભીમરાજા સ્નેહપૂર્વક વાયુવેગે અશ્વથી સામે આવ્યો. (૪૦૩)
પોતાના પિતાને આવતા જોઈ વિકસિત વદનકમળવાળી દમયંતી પગે ચાલી તાતના ચરણકમલમાં પડી. (૪૦૪)
પછી પરસ્પર નેત્રમિલનથી બંનેના નેત્રમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. અશ્રુજળથી વર્ષાસમયની જેમ પૃથ્વી કાદવમય બની ગઈ. (૪૦૫)
પદ્મિનીને રાજહંસીની જેમ પુષ્પદંતી પોતાની પુત્રી દમયંતીને બહુ જ દૃઢતાથી ભેટી પડી. (૪૦૬)
એટલે તેના કંઠમાં વળગી દમયંતી મુક્તકંઠે ઉંચે સ્વરે રોવા લાગી કારણ કે, “ઇષ્ટને જોતાં દુ:ખ તાજું થાય છે.” (૪૦૭) પછી જળથી નેત્રનું પ્રક્ષાલન કરી તેમણે પરસ્પર દુઃખનું