________________
५०५
પ: : संबोधितो यशोभद्रसूरिणा स कथंचन । सप्तरात्रोपवासान्ते, बुभुजे सपरिच्छदः ॥३५३।। वसन्तश्चान्यदा देवि !, गतः कूबरभूपतिम् । ढौकनस्य ढौकनेन, तुष्टोऽस्मै नरनिर्जरः ॥३५४।। दत्त्वा छत्रादिकं चक्रे, तं तापसपुरेश्वरम् । वसन्तः श्रीशेखर इत्यभिधां चापि भूपतिः ॥३५५।। विसृष्टो भूभुजा भम्भापिकीस्वरविकस्वरः । वसन्तपुरमायासीज्जनचित्तद्रुतोषकृत् ॥३५६।। भवदीयप्रसादेन, दवदन्ति ! महासति ! । राज्यं प्रकुरुते प्राज्यं, स तापसपुरेश्वरः ॥३५७।। સાર્થવાહે ભોજનનો ત્યાગ કર્યો હતો. (ઉપર)
પછી યશોભદ્રસૂરિએ તેને ખૂબ સમજાવ્યો. એટલે તેણે સાત ઉપવાસને અંતે પરિવાર સહિત ભોજન લીધું. (૩પ૩)
એકવાર હે દેવી ! વસંતસાર્થવાહ કૂબરરાજા પાસે ગયો. ત્યાં ભટણા આપતા રાજા તેના ઉપર સંતુષ્ટ થયો. (૩૫૪)
એટલે તેને છત્રાદિક આપી વસંતશ્રીશેખર નામથી તાપસપુરનો સ્વામી બનાવ્યો. (૩૫૫)
પછી કૂબરરાજાએ વિસર્જન કરેલો, ભંભાદિક વાજિંત્રના નાદથી શોભતો અને લોકોના ચિત્તરૂપ વૃક્ષને આનંદ આપનાર એવો તે વસંતપુરમાં આવ્યો. (૩૫૬)
હે મહાસતી દમયંતી ! તમારી કૃપાથી અત્યારે તે તાપસપુરનો સ્વામી થઈ વિશાળ રાજય ભોગવે છે. (૩૫૭) પછી દમયંતીએ તેને કહ્યું કે - પોતાના દુષ્કર્મરૂપ મર્મને