________________
५०४
श्री मल्लिनाथ चरित्र मार्गे गच्छन् सलोप्नश्च, लुण्टाकैर्लुण्टितोऽस्म्यहम् । स्वगुरुस्वामिमित्रस्त्रीद्रोहिणं कुशलं कियत् ? ॥३४८॥ अत्राऽऽगत्यर्तुपर्णं च, सेवमानः कुधीरहम् । अपश्यमन्यदा रत्नसमुद्गमहरं ततः ॥३४९।। स्वमाच्छाद्योत्तरीयेण, निर्गच्छन् भूभुजा स्वयम् । विज्ञातोऽस्मि न हि प्रज्ञावतामज्ञातमस्ति किम् ॥३५०॥ नृपादेशात्तलाध्यक्षैर्बद्धोऽथ वधहेतवे । नीयमानस्त्वामपश्यं, मोचितोऽस्मि त्वयाऽनघे ! ॥३५१।। किञ्च तापसनगराद्गतायामीश्वरि ! त्वयि । ज्वरात इव तत्याज, भोजनं सार्थनायकः ॥३५२।।
હોવાથી એકવાર તેનું સર્વસ્વ ચોરી લીધું. (૩૪૭)
ત્યાંથી તે લઈ ચાલી નીકળતાં ચોરીના માલ સાથે માર્ગે લુંટારાઓએ મને લૂંટી લીધો, અહો ! સ્વગુરુ, સ્વામી, મિત્ર અને સ્ત્રીનો દ્રોહ કરનારને કુશળતા ક્યાંથી હોય !” (૩૪૮)
પછી અહીં આવી ઋતુપર્ણ રાજાની સેવા કરતાં દુષ્ટબુદ્ધિવાળા મેં એકદા રત્નનો દાબડો જોયો અને તેનું હરણ કર્યું. (૩૪૯)
પછી ઉત્તરીયવસ્ત્રથી પોતાને આચ્છાદિત કરીને નીકળતાં રાજાએ પોતે જ મને ઓળખ્યો. “અહો ! બુદ્ધિશાળીઓને શું અગોચર છે ?” (૩૫૦)
રાજાના હુકમથી રાજપુરુષો મને બાંધી વધ કરવા લઈ જતા હતા. એવામાં તમે મારી દૃષ્ટિએ પડ્યા અને તે અનશે (પુણ્યશાલી) ! તમે મને છોડાવ્યો. (૩૫૧)
હે સતી ! તમે તાપસપુરમાંથી ગયા પછી જવરાર્તની જેમ