________________
५०६
श्री मल्लिनाथ चरित्र भैम्यूचे निजदुष्कर्ममर्मभेदनकर्मठम् । व्रतं गृहाण सोऽप्युचे, करिष्ये तव भाषितम् ॥३५८।। तत्रायातं साधुयुग्मं, प्रतिलम्भ्य च भीमजा । अवादीद्यद्ययं योग्यस्तदस्मै दीयतां व्रतम् ॥३५९।। तेन योग्य इति प्रोक्ते, ययाचे पिङ्गलो व्रतम् । सद्यो देवगृहे नीत्वा, प्रव्रज्यां ग्राहितश्च सः ॥३६०।। अन्यदा कुण्डिनेशेनाऽश्रावि यन्नलभूपतिम् । राज्यं द्यूते हारयित्वा, कूबरो निरवासयत् ॥३६१।। स विवेश महारण्ये, दवदन्त्या सहैव हि ।
मृतो जीवति वा नैवं, ज्ञायते क्वाऽप्यसौ गतः ॥३६२।। ભેદવા સમર્થ એવી દીક્ષા તું ગ્રહણ કર.” તે બોલ્યો કે “જેમ તમે કહો છો તેમ જ હું કરીશ.” (૩૫૮)
એવામાં ત્યાં બે સાધુ આવ્યા તેમને વંદન કરી દમયંતીએ કહ્યું કે :- “હે ભગવાન્ ! જો આ પુરુષ યોગ્ય હોય તો એને દીક્ષા આપો.” (૩૫૯)
મુનિએ કહ્યું કે :- “એ વ્રતને યોગ્ય છે.” એટલે પિંગલે વ્રતની યાચના કરી, અને તરત જ તેને જિનચૈત્યમાં લઈ જઈ મુનિએ દીક્ષા આપી. (૩૬૦)
એકવાર કુંડિનપુરના રાજાએ (દમયંતીના પિતા) સાંભળ્યું કે“ચૂતમાં નળરાજાને હરાવી રાજ્ય લઈ કૂબરે તેને કાઢી મૂક્યા છે. (૩૬૧)
અને તે દમયંતીની સાથે એક મોટા અરણ્યમાં ગયા છે. ત્યારપછી તેમનું શું થયું ? તે જીવે છે કે મરણ પામ્યા છે એના