________________
પ્રથ: સ: इति राजवचः श्रुत्वा, वसुभूतिर्धियांनिधिः । हृदये चिन्तयाञ्चक्रे, सत्त्वमत्र विजृम्भते ॥३०१॥ सविनेयो मुनिः सोऽथ, समागात्कृतशब्दवत् । अयाचत महीपालं, स्वर्णलक्षमलक्ष्यधीः ॥३०२॥ भाण्डागारिकमादिश्य, कोशतः क्रोशतो मुनेः । आनाययत् क्षणाद्दक्षः, स्वर्णलक्षं क्षितीश्वरः ॥३०३।। मुनिरूचे ततः कोपभृकुटीभङ्गभीषणः । चिकीर्षुरनृणं स्वं, मद्वित्तेनापि विवेक्यसि ? ॥३०४॥ व्रजामो वयमन्यत्र, दृष्टं सत्त्वं तवाधुना । वावदूकाश्च वीक्ष्यन्ते, निःशूकाश्च गृहे गृहे ॥३०५॥ વસુભૂતિએ અંતરમાં વિચાર કર્યો કે - “ખરેખર ! અહીં રાજાનું સત્ત્વજ ઝળકી રહ્યું છે.” (૩૦૧)
એવામાં જાણે બોલાવેલા હોય તેમ તે ઋષિ પોતાના શિષ્ય સહિત ત્યાં આવ્યા. અને લક્ષ્યરહિત બુદ્ધિવાળા તેણે રાજાની પાસે લાખ સોનામહોર માંગણી કરી અને તાકીદથી આપવા માટે આક્રોશ કરવા લાગ્યો. (૩૦૨)
તેથી તે તાપસની સમક્ષ તરત જ દક્ષ એવા રાજાએ ભંડારીને આદેશ કરીને પોતાના ભંડારમાંથી લાખ સુવર્ણ મંગાવ્યું (૩૦૩)
આથી કોપથી ભ્રકુટીના ભંગથી ભીષણ દેખાતા તે ઋષિએ કહ્યું કે - “અહો ! તું તો મોટો વિવેકી લાગે છે કે મારા ધનથી પોતાને ઋણમુક્ત કરવા માંગે છે. (૩૦૪)
તારું સત્ત્વ હમણાં જોઈ લીધું હવે અમે પાછા ચાલ્યા જઈએ છીએ. અહો ! ઘર ઘર વાચાળ અને નિર્દય માણસો જ