________________
श्री मल्लिनाथ चरित्र अथोवाच महीभर्ता, विलम्बध्वं गुणानघाः ! । यावदप्यन्यतः स्वर्णमानयामि कलान्तरैः ॥३०६॥ वणिजो भूभुजामीशः, समाकार्य समादिशत् । ददत स्वर्णलक्षं मे, दास्येऽहं वृद्धिसंयुतम् ॥३०७॥ मुनिना दिव्यशक्त्या ते, हरिश्चन्द्रे खिलीकृताः । तत्यजुस्ते तदादेशं, नतमस्तककैतवात् ।।३०८॥ विलोक्य क्षमापतिर्दध्यौ, किं करोमि प्रयामि कम् ? । आनयेऽहं कथं स्वर्णं, मरुदेशे यथा जलम् ? ॥३०९।।
જોવામાં આવે છે.” (૩૦૫)
એટલે રાજા બોલ્યો કે :- “હે મહાત્મન્ ! અન્ય ઉદ્યમ કે કળાવડે હું બીજેથી લાખ સુવર્ણ લાવું ત્યાં સુધી આપ સબૂર કરો.” (૩૦૬)
પછી રાજાએ વણિકોને બોલાવીને આદેશ કર્યો કે - અત્યારે મને લાખ સુવર્ણ આપો. હું તમને વ્યાજ સહિત પાછું આપીશ.” (૩૦૭)
એટલે ઋષિએ દિવ્યશક્તિથી તેમને સુવર્ણ આપતાં અટકાવી દીધા. તેથી તેમણે મસ્તક નમાવીને, કપટથી (કતવ) રાજાના આદેશનો ઈન્કાર કર્યો. (૩૦૮)
એટલે તેમને વિમુખ થયેલાં જોઈને રાજાએ વિચાર કર્યો કે“હવે હું શું કરું? અને કોની પાસે જાઉં ? મારવાડમાં જળની જેમ સુવર્ણને હું ક્યાંથી લાવું? (૩૦૯).
એવામાં કોપથી હોઠને કંપાવતા કુલપતિએ કહ્યું કે :- “અરે
૨. રવતી તા: I