________________
प्रथमः सर्गः
इति वैतालिकीमुक्ति, भावयन् भवितव्यताम् । जगाम धाम भूमीशो, धाम्नां निधिरिवाम्बुधिम् ॥ २९२॥ राजमित्रद्वयात् ज्ञातवृत्तान्तः सचिवाग्रणीः । હતસર્વસ્વવ‰ન્યો, વસુભૂતિરચિન્તયત્ ॥૨૬॥ अनेन दम्भिना भूपो, दम्भितो गर्भरूपवत् । अविचारितकर्त्तारो, विमुह्यन्ति पदे पदे ॥ २९४ ॥ विधेर्विलसितं हन्त !, विचाराणामगोचरे । सुघटं यो विघटयेघटं घटयेदपि ॥ २९५ ॥
विमृश्यैवं महामात्यः, सशल्य इव दुःखितः । विलासमण्डपासीनं राजानं प्राणमत्तदा ॥ २९६ ॥
६३
રાજા સૂર્ય જેમ સમુદ્રમાં જાય તેમ પોતાના મહેલમાં આવ્યો. (૨૯૨)
પછી રાજાના બે મિત્ર પાસેથી સર્વ વૃત્તાંત જાણીને જાણે બધું લુંટાઈ ગયું હોય તેમ શૂન્ય થઈને વસુભૂતિ પ્રધાન ચિંતવવા લાગ્યો કે :- (૨૯૩)
“એ દંભીએ હિરણીના ગર્ભના ન્હાનાથી રાજાને છેતર્યા છે. અહો ! અવિચારિત કાર્ય કરનારા પગલે પગલે વ્યામોહ પામે છે. (૨૯૪)
અહો ! વિધિનો વિલાસ તો જુઓ. જે વિચારને પણ અગોચર છે. જે સુઘટિતને વિઘટિત કરે છે. અને અઘટિતને સુઘટિત બનાવે છે.” અર્થાત્ ન ઘડવાનું ઘડે છે. અને ઘડવાનું ઘડતી નથી. (૨૯૫)
આ પ્રમાણે ચિંતવીને સશલ્ય દુઃખ પામેલા અમાત્યે આવીન વિલાસમંડપમાં બેઠેલા રાજાને પ્રમાણ કર્યા (૨૯૬)