________________
પ્રથમ: :
धीरैर्वीरैः समर्यादैः, सत्त्वं रक्ष्यं विवेकिभिः । समापन्ने निजप्राणसंशये सुमहत्यपि ॥२३६।। इति श्रुत्वा पठन्नेवं, निद्रां तत्याज भूपतिः । अस्मरद्विस्मयोल्लासात्पौन:पुन्येन मन्त्रवत् ॥२३७।। इतश्च तापसः कोऽपि, सभीकोऽरिगृहीतवत् । समागादित्युवाचोच्चैर्वाचा सग्रहकण्ठया ॥२३८।। त्वयि शासति भूनाथ !, मेदिनीमन्यदेहिनाम् ।
न भयं वास्तवं किञ्चिद्, दृश्यते शशशृङ्गवत् ॥२३९।। સત્ત્વરૂપજળના સાગર સમાન એક શ્લોક તેના સાંભળવામાં આવ્યોઃ- (૨૩૫)
ધીર, વીર અને મર્યાદાશીલ વિવેકી પુરુષોએ પ્રાણાંત કષ્ટ અને અતિ વિકટ સંકટ આવતાં પણ પોતાના સત્ત્વનું રક્ષણ કરવું. (૩૬).
આ પ્રમાણે સાંભળીને એ શ્લોક બોલતાં બોલતાં રાજાએ નિદ્રાનો ત્યાગ કર્યો અને વિસ્મય પામેલા ઉલ્લાસથી તે મંત્રની જેમ વારંવાર તેને સંભારવા લાગ્યો. (૨૩૭)
એવામાં શત્રુથી ગ્રહણ કરાયેલાની જેમ ભયભીત એવો કોઈ તાપસ ત્યાં આવ્યો. (અહીંથી હરિશ્ચંદ્રરાજાના સત્યની કસોટી માટે પ્રપંચ થાય છે.) અને કંઠમાં નિગ્રહ પામ્યો હોય તેવી વાણીથી ઉચ્ચસ્વરે કહેવા લાગ્યો કે :- (૨૩૮).
ભૂનાથ ! તમે આ પૃથ્વીના પાલક હોવાથી અન્યપ્રાણીઓને શશશૃંગની (સસલાના શિંગડાની) જેમ વાસ્તવિક કંઈપણ ભય જોવામાં આવતો નથી, (૨૩૯)