________________
પ૦
श्री मल्लिनाथ चरित्र
तदर्थं पुरुहूतेन, कृताऽयोध्या महापुरी । द्वादशयोजनायामा, नवयोजनविस्तृता ।।२३१।। तत्र शक्रावताराख्यं, यथार्थं तीर्थमुत्तमम् । युगादिदेवप्रतिमाभासुरं सम्पदां पदम् ॥२३२॥ हरिश्चन्द्रो नृपस्तत्र, नाभेयान्वयभूषणम् । नलिनं नीतिभृङ्गीणां, कामकुम्भः सदाऽर्थिनाम् ॥२३३।। सुतारा प्रेयसी तस्य, च्छायेव तुहिनद्युतेः । वसुभूतिरमात्योऽस्य, नयवल्लीघनाघनः ॥२३४।। अन्येधुर्यामिनीशेषे, सुखसुप्तः क्षितीश्वरः । इमं शुश्राव सत्त्वाम्बुजलधिं श्लोकमीदृशम् ॥२३५।। શ્રીમાન્ ઋષભદેવ ભગવંત પુત્ર થયા. (૨૩) - તે ભગવંતને માટે ઈંદ્ર બારયોજન લાંબી અને નવયોજન વિસ્તૃત એવી અયોધ્યા નામે મહાપુરી બનાવી હતી. (૨૩૧)
અને ત્યાં યથાર્થ નામવાળું સંપત્તિનું એક સ્થાન અને યુગાદિદેવની પ્રતિમાથી સુંદર એવું એક ચૈત્ય બનાવ્યું તે શક્રાવતાર નામે ઉત્તમ તીર્થ થયું. (૨૩૨)
અનુક્રમે તે નગરીમાં ઇક્વાકુવંશમાં ભૂષણ સમાન, નીતિરૂપ ભ્રમરીઓને કમળરૂપ અને અર્થીજનોને સદા કામકુંભરૂપ હરિશ્ચંદ્ર રાજા થયો. (૨૩૩)
ચંદ્રની ચાંદની સમાન સુતારા નામની તેની પ્રિયા હતી. ન્યાયરૂપ લતાને સિંચવામાં મેઘ સમાન વસુભૂતિ નામનો અમાત્ય હતો. (૨૩૪)
એકવાર રાજા સુખે સુતો હતો, એવામાં પ્રભાત સમયે