________________
४७
પ્રથમ: સ: इत्थं विमृशतो मेऽभूद्वैराग्यं तत्तथा तदा । येन प्रत्येकबुद्धोऽहमभवं कर्मलाघवात् ॥२१६।। विहरन् वसुधापीठं, प्रतिबोधविधित्सया । अत्रागां तव बोधार्थमथोचे बलभूपतिः ॥२१७॥ स्वामिन् ! वश्चरितं श्रुत्वा, व्यावृत्तो भववासतः । परं क्रमागतां क्षोणो, न क्षमस्त्यक्तुमञ्जसा ॥२१८॥ तथापि येन धर्मेण, सुकरेण मुनीश्वर ! पवित्रः स्यां नृपत्वेऽपि, तं धर्मं मह्यमादिश ॥२१९॥ अथाचार्योक्तसुश्राद्धव्रतानि क्षितिनायकः । प्रपद्य मेने स्वं जन्म, कृतकृत्यं निधीनिव ॥२२०॥
આ પ્રમાણે વિચાર કરતાં તે જ વખતે મને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને કર્મના લાઘવપણાથી હું પ્રત્યેકબુદ્ધ થયો. (૨૧૬)
પછી ભવ્યજનોને પ્રતિબોધ કરવા માટે પૃથ્વી ઉપર વિચરતાં હે રાજન્ ! તને બોધ પમાડવા માટે હું અહીં આવ્યો છું.” આ પ્રમાણેના વચનો સાંભળીને બળરાજાએ કહ્યું કે. (૨૧૭)
હે સ્વામિન્ ! આપનું ચરિત્ર સાંભળીને હું ભવ-વાસથી નિવૃત્ત થવાની ઇચ્છાવાળો છું પણ કુળક્રમથી પ્રાપ્ત થયેલ આ રાજયને સત્વર ત્યાગ કરવાને અસમર્થ છું, (૨૧૮)
તો પણ હે મુનીશ્વર ! રાજપાલન કરવા છતાં પણ જે સરળ ધર્મથી હું પવિત્ર થાઉં, તેવો ધર્મ મને બતાવો.” (૨૧૯)
એટલે નિધાનની જેમ આચાર્ય ભગવંત શ્રાવકના બાર વ્રત બતાવ્યા. તેનો સ્વીકાર કરીને રાજા પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યો. (૨૨૦)