________________
श्री मल्लिनाथ चरित्र इतश्चैत्य नभोमार्गात्, कश्चिद्विद्याधरो नरः । त्रिश्च प्रदक्षिणीकृत्य, मुनीन्द्रं स्म नमस्यति ॥२२१॥ तीर्थयात्रिक ! विद्याभृत् !, प्रष्टव्योऽसि कुतोऽधुना । इत्युक्ते सूरिणाऽवादीदसौ विनयमेदुरः ॥२२२।। नगर्यां पुण्डरीकिण्यां, नत्वा पूज्यपदद्वयीम् । व्रतं प्रपित्सुर्वैताढ्यमेरुनन्दीश्वरादिषु ॥२२३।। तीर्थानि वन्दमानोऽहं, कृत्रिमाकृत्रिमाण्यपि । दक्षिणे भारतस्यार्धेऽयोध्यायां पुर्यगां प्रभो ! ॥२२४॥ युग्मम् तत्र शक्रावताराख्यं, तीर्थं दृष्टं मनोहरम् । हरिश्चन्द्रनरेन्द्रेण, सम्प्रत्येव समुद्धृतम् ॥२२५॥
વિદ્યાધરનું આકાશમાર્ગથી અવતરણ. મુનીન્દ્રને વંદન-ચક્રાવતાર તીર્થમહિમા ગાન.
એવામાં કોઈ વિદ્યાધરે આકાશમાર્ગથી આવી ત્રણ પ્રદક્ષિણા કરીને મુનીન્દ્રને નમસ્કાર કર્યા. (૨૧)
એટલે આચાર્ય ભગવંતે તેને પૂછ્યું કે- હે તીર્થયાત્રિક વિદ્યાધર! તું કોણ છે ! અને અત્યારે અહીં ક્યાંથી ? તે વિનયથી નગ્ન થઈને બોલ્યો કે- (૨૨૨) - પુંડરીકિણી નગરીમાં ભગવંતના પાદયને વંદન કરી, વૈતાદ્ય, મેરૂપર્વત અને નંદીશ્વરાદિક દ્વીપોમાં. (૨૨૩)
શાશ્વત અને અશાશ્વત તીર્થોની યાત્રા કરી વ્રતધારણ કરવાની ઇચ્છાવાળો હું દક્ષિણભરતાઈની અયોધ્યાનગરીમાં ગયો. (૨૨૪)
ત્યાં હરિશ્ચંદ્ર રાજાએ જેનો હમણાજ ઉદ્ધાર કરાવેલ છે એવા શક્રાવતાર નામના મનોહરતીર્થના મેં દર્શન કર્યા. (૨૨૫)