________________
પ્રથમ સf: कारागारचरान् वैरिवारान् धृतशुकानिव । मोचयन्ती सतीभ्यः स्वं, कथयन्ती विशेषतः ॥१७८।। अमावास्यामयमिव, कुर्वाणा निखिलं पुरम् । पितृवेश्मन्यगाद्देवी, पितृवेश्मेव संमुदा ॥१७९॥ चितायां तल्पकल्पायां, दक्षिणाशापतेरथ । चन्दनैधांसि भूयांसि, तत्र युक्तानि चिक्षिषुः ॥१८०॥ पयःपूणाञ्जलिं बद्ध्वा, प्रज्वलन्तं हविर्भुजम् । त्रिश्च प्रदक्षिणीचक्रे, तत् क्षणं दक्षिणार्चिषम् ॥१८१॥ इतश्च - दिव्यरूपधरः कोऽपि, दीप्यमानस्तनुश्रुता ।
अवाततार नभसा, रभसा विजितानिलः ॥१८२॥ શોકસહિત નગરજનો વડે વારવા છતાં (૧૭૭)
પકડાયેલા પોપટોની જેમ કારાગૃહમાં પૂરેલા શત્રુઓને મૂકાવતી, સતીઓ પાસે પોતાને ઉત્તમસતી કહેવડાવતી. (૧૭૮)
સમસ્ત નગરને અમાવસ્યાની રાત્રિની જેમ શોકાંધકારથી વ્યાપ્ત બનાવતી, પાલોચના રાણી પિતાના ઘરની જેમ હર્ષપૂર્વક પિતૃગૃહ (સ્મશાન)માં આવી. (૧૭૯)
ત્યાં યમરાજની શય્યા સમાન ઘણા ચંદનકાઇવડે એક ઉચિત ચંદનચિતા રચવામાં આવી હતી. (૧૮)
એટલે જળપૂર્ણ અંજલિજોડીને તેણે યજ્ઞના અગ્નિસમાન બળતા અગ્નિને ત્રણ પ્રદક્ષિણા કરી. (૧૮૧)
એવામાં આ બાજુ દિવ્યરૂપધારી, પોતાના શરીરની કાંતિથી દેદિપ્યમાન અને વેગમાં વાયુને જિતનાર, કોઈ દેવ આકાશમાર્ગે ઊતર્યો અને બોલ્યો કે (૧૮૨)