________________
३४
इङ्गिताकारतत्त्वज्ञो, ज्ञातवांस्तत्सखीजनः । નૂનં રલમારોઽસૌ, સ્વામિનીનીવિતપ્રદ્દ: બ્રૂ॥
ततः सखीजनाद् ज्ञातवृत्तान्तः क्षितिनायकः । रत्नं महोत्सवैः सौधमानिन्ये काममूर्त्तिवत् ॥ १५४॥
श्री मल्लिनाथ चरित्र
शुभ मुहूर्ते दैवज्ञजनेन विनिवेदिते । साकं रत्नेन्दुना राजा, पर्यणाययदङ्गजाम् ॥१५५॥ अतिष्ठद्रत्रचन्द्रोऽथ, मासमेकं तदालये । अपि विज्ञपयामास श्वशुरं शिष्यवद् गुरुम् ॥१५६॥
कलावानपि संपूर्णतेजा अपि पिता मम । लभते मद्वियोगेऽपि, कृष्णपक्षादिव क्षयम् ॥ १५७॥
એટલે ઇંગિતાકારથી રહસ્યને જાણનારી તેની સખીઓ સમજી ગઈ કે :- “આપણી સ્વામિનીને જીવન આપનાર આ રત્નચંદ્રકુમાર જ જણાય છે.” (૧૫૩)
પછી કુંવરીની સખીઓ પાસેથી વૃત્તાંત જાણીને રાજા સાક્ષાત્ કામદેવ જેવા રત્નચંદ્રકુમારને મહોત્સવપૂર્વક પોતાના મહેલમાં તેડી લાવ્યો. (૧૫૪)
જ્યોતિષીના કહેલા શુભ દિવસે રાજાએ પોતાની પુત્રી રત્નચંદ્રને પરણાવી. (૧૫૫)
રત્નચંદ્ર એક માસ તે રાજાના મહેલમાં રહ્યો અને શિષ્ય જેમ ગુરુને વિજ્ઞપ્તિ કરે તેમ પોતાના સસરાજીને વિજ્ઞપ્તિ કરી કે (૧૫૬)
66
“કળાવાન અને સંપૂર્ણ તેજસ્વી છતાં કૃષ્ણપક્ષની જેમ મારા પિતા મારા વિયોગથી ક્ષીણ થતાં હશે. (૧૫૭)
માટે હવે આપના નિર્દેશથી સત્વર હું ત્યાં જવા ઇચ્છું છું.