________________
३५
પ્રથમ: સ:
अतस्तत्राशु गन्तास्मि, परं तव निदेशतः । संभावयामि पितरौ, चिरं विरहदुःखितौ ॥१५८।। महत्याऽथ विभूत्याऽसौ, साकं राजीवनेत्रया । रत्नेन्दुं प्रेषयामास, शङ्खश्चन्द्रपुरं प्रति ॥१५९।। समायान्तं सुतं श्रुत्वा, वसुभूतिः क्षितीश्वरः । प्रसादधवलैनॆत्रकमलैरर्घमादधौ ॥१६०।। देवताभिर्दत्तमिव, पुनर्जातमिवात्मजम् । आलिलिङ्ग महीपालश्चिरान्मिलितमित्रवत् ॥१६१।। आ वाजिहरणाच्छ्रुत्वा, वृतान्तं तनयोद्भवम् । युगपच्छोकहर्षाभ्यामभ्यपूर्यत भूपतिः ॥१६२॥ હું માનું છું કે મારા વિરહમાં મારા માતા-પિતા દુઃખી થતાં હશે.” (૧૫૮)
પદ્રનેત્રા સાથે ચંદ્રપુર પ્રતિ પ્રયાણ.
વસુભૂતિ રાજાએ કરેલ સત્કાર-સન્માન. હવે મહાઋદ્ધિ તથા પલોચનાની સાથે રત્નચંદ્રને શંખરાજાએ ચંદ્રપુર ભણી મોકલ્યો. (૧૫૯)
પોતાના પુત્રને આવતો સાંભળી વસુભૂતિ રાજાએ પ્રસાદથી ધવલ નેત્રકમળોથી તેનો આદર સત્કાર કર્યો. (૧૬૦).
જાણે દેવતાએ આપેલા હોય અને જાણે ફરી તેનો જન્મ થયો હોય તેમ ચિરકાળે મળેલા મિત્રની જેમ રાજાએ પોતાના પુત્રને આલિંગન કર્યું. (૧૬૧)
અથહરણથી આરંભીને પોતાના કુંવરનો સર્વ વૃત્તાન્ત સાંભળી રાજાએ એકીસાથે હર્ષ અને શોકની લાગણી અનુભવી. (૧૬૨)