________________
४०९
પંચમ: સ:
स्वामिदीक्षाश्रुतेरुत्कैः, प्रविव्रजिषुभिः समम् । राजभिस्त्रिशतीसंख्यैः सहर्षैरग्रतः स्थितैः ॥२४५।। स्त्रीणामप्यान्तरपरीवाराणां च त्रिभिः शतैः । दिदृक्षुभिः परं पौरैरुत्सवं समुपागतैः ॥२४६।। पूर्णपाॉ जगन्नाथो, मिथिलामध्यवर्त्मना । वधूपाणिमिवादातुं, दीक्षामुत्को वरो यथा ॥२४७॥ शिबिकावाहिनस्तत्र, दिव्याभरणभासुराः । अदधुर्भूगतानेकाश्विनीनन्दनवैभवम् ॥२४८॥ तदा श्रीमल्लिनाथस्य, तस्मिन्निष्क्रमणोत्सवे । गतसूणो दिदृक्षूणां, क्षोभः स्त्रीणां क्षणादभूत् ॥२४९॥
ભગવંત દીક્ષા લે છે તે વાત સાંભળી ઉત્કંઠિત થયેલા, તેમની સાથે દીક્ષા લેવાને ઇચ્છતા, હર્ષપૂર્વક આગળ આવી ઊભેલા અને ૩૦૦ સ્ત્રીઓના આંતર પરિવાર યુક્ત, એવા ત્રણસો રાજા તથા આ પરમ મહોત્સવ જોવાને આતુર થઈને ઉપસ્થિત થયેલા, (૨૪૫-૨૪૬)
નગરવાસીથી પરિવરેલા ભગવંત ઉત્સુકવર જેમ વધુને પરણવા નીકળે તેમ મિથીલાનગરીના મધ્યમાર્ગથી નીકળ્યા. (૨૪૭)
ત્યાં દિવ્યાભરણોથી દેદીપ્યમાન શિબિકાવાહકો જાણે પૃથ્વી ઉપર આવેલા વૈભવથી અશ્વિનીકુમાર હોય તેવા શોભવા લાગ્યા. (૨૪૮)
તે સમયે ભગવંતનો નિષ્ક્રમણોત્સવ જોવા આતુર બનેલી લલનાઓને ક્ષણવાર ક્ષોભ ખૂબ વધી પડ્યો. (૨૪૯)