________________
४१०
श्री मल्लिनाथ चरित्र अर्धप्रोतस्फुरत्काञ्च्या, प्रस्खलन्त्यः पदे पदे ।। तुङ्गजालकमध्यासुः, काश्चित् स्वामिदिदृक्षया ॥२५०॥ काश्चिद् देशान्तरायातप्रियवार्ता अपास्य ताः । स्वामिदीक्षोत्सवं द्रष्टुं, चेलुश्चपललोचनाः ॥२५१॥ काश्चिदिभ्याङ्गनाः पौत्रजन्म श्रुताऽपि पावनम् । न दत्त्वा हर्षदानान्यधावन्तोद्दामवल्गितम् ॥२५२॥ चेलाञ्चलांश्चलदृशश्चञ्चच्चामरवैभवात् । काश्चिच्च चालयामासुश्चलहाववपुलताः ॥२५३॥ पुण्याङ्करानिवाऽमोघान्, लाजान् काश्चन चिक्षिपुः । काञ्चन तन्दुलान्मौलौ, शुक्लध्यानलवानिव ॥२५४।।
સ્વામીને જોવાની ઇચ્છાથી ઉતાવળને લીધે અડધી બાંધેલી લટકતી મેખલાને લીધે પગલે પગલે અલના પામતી કેટલીક રમણીઓ ગવાક્ષમાં આવીને બેઠી. (૨૫૦).
કેટલીક ચપળાક્ષીઓ દેશાંતરથી આવેલા પોતાના પતિના સમાચારની પણ દરકાર ન કરતાં ભગવંતનો દીક્ષામહોત્સવ જોવા ચાલી. (૨૫૧)
કેટલીક ગૃહસ્થની સ્ત્રીઓ પોતાના પૌત્રનો પવિત્ર જન્મ સાંભળીને પણ હર્ષદાન આપવા ન રોકાતાં એકદમ દોડતી ચાલી. (૨પર)
ચંચળ હાવભાવયુક્ત શરીરલતાવાળી કેટલીક ચંચળ આંખોવાળી ચંચળચામરની જેમ પોતાના વસ્ત્રોના છેડા ચલાવવા લાગી. (૨૫૩)
કેટલીક પ્રમદાઓ અમોઘ પુણ્યાંકુર સરખા લાજા (ધાણી જેવા