________________
४०८
श्री मल्लिनाथ चरित्र वृन्दारकाणां वृन्देभ्यः, स्पष्टो जयजयारवः । उत्तस्थे मोहराजस्य प्रवासपटहोपमः ॥२४०।। क्षणमग्रे क्षणं पृष्ठे, पौरास्तस्थुः प्रमोदतः । स्वामिनो विरहं सोढुमप्रौढा इव सर्वतः ॥२४१॥ केऽप्यारुरुहुरट्टाग्रं, सौधाग्राणि च केचन । सन्मञ्चाग्राणि केचिच्च, प्रभोर्दर्शनकाम्पया ॥२४२॥ हस्त्यश्वरथपादातपौरवृन्दपरावृतः । श्रीमत्कुम्भमहीपालश्चचाल जिनपृष्ठतः ॥२४३॥ करिणीपृष्ठविन्यस्तमञ्चिकासनमासिता । प्रभावत्यपि गोत्रस्त्रीसंहृत्या पर्यलङ्कृता ॥२४४।।
મોહરાજના પ્રવાસના પટહસમાન દેવો ઉંચે શબ્દ જય જયારવ કરવા લાગ્યા. (૨૪૦)
જાણે ભગવંતનો વિરહ સહવા અસમર્થ હોય તેમ નગરજનો પ્રમોદથી ક્ષણવાર આગળ અને ક્ષણવાર પાછળ ઊભા રહેવા લાગ્યા. (૨૪૧)
એ સમયે કેટલાક નગરવાસીઓ ભગવંતને જોવાની ઇચ્છાથી અગાશી ઉપર, કેટલાક હવેલીના ઉપલા ભાગ પર, કેટલાક માંચડા ઉપર બેસી ગયા. (૨૪૨).
ભગવંતની પાછળ હાથી, ઘોડા, રથ તથા નગરજનોના પરિવારસહિત શ્રીમાન્ કુંભરાજા ચાલવા લાગ્યા. (૨૪૩)
અને ગોત્રીય સ્ત્રીઓ સાથે ભગવંતની માતા પ્રભાવતી પણ હાથણીની પીઠપર રચેલા આસન (અંબાડી)માં બિરાજમાન થયા. (૨૪૪)