________________
૪૦૭.
પં : સf:
विलिलेप प्रभोरङ्ग, दिव्यैर्गोशीर्षचन्दनैः । मौलौ सन्तानपुष्पैश्चाऽबध्नाद् धम्मिलमद्रिभित् ॥२३५।। वासांस्यलंकृतीः शक्रः, स्वामिनं पर्यधापयत् । जयन्तीनामशिबिकां, रचयामास च स्वयम् ॥२३६।। दत्तहस्तसुरेन्द्रेणारुरोहैनां जगद्गुरुः । पश्चादमत्यैर्मत्यैश्चाग्रभागे सा समुद्धृता ॥२३७।। पार्श्वतो मल्लिनाथस्य, चकाशे चामरद्वयम् । धर्मशुक्लाभिधध्यानयुग्मं मूर्तमिवाऽमलम् ॥२३८॥ वादित्राणां महाघोषैर्व्यानशे सकला दिशः ।
अधर्मवार्ता सर्वत्र, सर्वतस्तिरयन्निव ॥२३९।। પ્રભુના મસ્તક પર ઇંદ્ર સુગંધીપુષ્પોની સુંદરરચનાવડે ધમિલ (કેશપાશ) પ્રભુ સ્ત્રીપણે હોવાથી અંબોડો બાંધ્યો (૨૩૫)
અને ભગવંતને તેણે દિવ્ય વસ્ત્રાલંકારો ધારણ કરાવ્યા. પછી ઇંદ્ર પોતે ભગવંત માટે જયંતી નામની શિબિકા તૈયાર કરાવી. (૨૩૬)
એટલે ઇંદ્ર આપેલા હાથના ટેકાવડે તે શિબિકામાં આરૂઢ થયા. પાછળના ભાગમાં દેવોએ અને આગળના ભાગમાં મનુષ્યોએ તે શિબિકા ધારણ કરી (ઉપાડી) (૨૩૭)
વળી જાણે સાક્ષાત્ નિર્મલધર્મ અને શુક્લધ્યાન હોય તેમ ભગવંતની બંને બાજુ બે ઉજવળ ચામરો શોભવા લાગ્યા. (૨૩૮).
જાણે પ્રભુ અધર્મવાર્તાનો સર્વથા નિષેધ કરવા માંગતા હોય તેમ વાજીંત્રોના મહાઘોષથી સર્વદિશાઓ વ્યાપ્ત થઈ ગઈ. (૨૩૯)