________________
પંચમ: :
चेलुः षडपि मानार्ता, मूर्ता वर्षधरा इव । विततैर्ध्वजिनीपौः, क्षोभयन्तः क्षितेस्तलम् ॥१७९।। रथै रथमयीवाभूद्, गजैर्गजमयीव भूः । अश्वैरश्वमयीवाऽपि, भटैर्भटमयीव नु ॥१८०॥ धातुमत्तामिव कुथान्, विकिरन्तो विकस्वराम् । गण्डशैलश्रियं भेजुर्जङ्गमां गन्धहस्तिनः ॥१८१॥ कुर्वाणा: स्थलवद् धूलीपटलीभिः सरांस्यपि । स्थलान्यपि हयखुरपुटैश्च कमलाकरान् ॥१८२॥
જેમ તેમના ચપલ લશ્કરરૂપ જળથી ચારેદિશાઓ આચ્છાદિત થઈ ગઈ. (૧૭૮)
પછી જાણે મૂર્તિમંત વર્ષધર પર્વત હોય તેમ વિસ્તૃત ધ્વજારૂપ પક્ષોથી પૃથ્વી મંડલને ક્ષોભ પમાડતા, માનાર્ત તે છએ રાજાઓ પોતપોતાના નગરેથી ચાલ્યા. (૧૭૯)
તે સમયે તેમના રથોથી રથમય, હસ્તીઓથી હસ્તીમય, અશ્વોથી અશ્વમય, સુભટોથી સુભટમય પૃથ્વી લાગતી હતી. (૧૮૦)
પંચરંગી કંબળોને પૃષ્ઠપર ધારણ કરવાથી જાણે વિકસ્વર ધાતુમત્તાને વિખેરતા હોય તેવા ગંધહસ્તીઓ ગંડશેલની શોભાને ધારણ કરવા લાગ્યા. (૧૮૧)
ધૂલીપટલથી સરોવરને પણ સ્થલ જેવું કરતા, અશ્વોના ખરીપુટથી સ્થળોને પણ કમળાકર સમાન બનાવતા, (૧૮૨) વિસ્તૃત ફણાધારી સર્પો જેમ ચંદનવૃક્ષનો, યોગીઓ