________________
३९६
श्री मल्लिनाथ चरित्र स्फारस्फारस्फटावन्तश्चन्दनद्रुलतामिव । देहयष्टिमिव श्वासनिरोधाद् योगवेदिनः ॥१८३।। प्रवेशनिर्गमद्वारं, निषेधन्तः पदे पदे । अरुन्धन् मिथिलां वाधिवीचयो द्वारकामिव ॥१८४॥ त्रिभिर्विशेषकम् तेन रोधेन कुम्भोऽपि, खिन्नाऽऽखिन्नः कदाचन । चिन्तासन्तानवान् जज्ञे, हृतपाणिस्थवित्तवत् ॥१८५।। उद्विग्ना इव किं तातपादास्तिष्ठन्ति साम्प्रतम् ? । इत्यूचे भगवान् मल्लिोजिताञ्जलिकुड्मलः ॥१८६।। उद्वेगकारणं रोधलक्षणं क्षितिनायकः ।
सर्वमाख्यत् पुरो मल्ले:, सद्गुरोरिव भाविकः ॥१८७|| શ્વાસનિરોધથી જેમ દેહયષ્ટિનો અને સમુદ્રના તંરગો જેમ દ્વારિકાનગરીનો નિરોધ કરે તેમ પગલે પગલે જવા-આવવાના માર્ગોને રોકતા છએ રાજાઓએ પોતાના લશ્કરવડે મિથિલાનગરીને ઘેરો ઘાલ્યો. (૧૮૩-૧૮૪)
કુંભરાજા શત્રુ સૈન્યથી ચિંતાતુર. તેમના ઘેરાથી જાણે હાથમાંથી ધન હરાઈ ગયું હોય તેમ કુંભરાજા પેદાતુર અને અતિ ચિંતાતુર થઈ ગયો. (૧૮૫)
એટલે તેમની પાસે આવી અંજલિજોડીને શ્રીમલ્લિકુમારી તેમને કહેવા લાગ્યા કે, “હે તાત ! આપ અત્યારે ઉદ્વિગ્ન કેમ જણાવો છો ? (૧૮૬)
આવો પ્રશ્ન થવાથી સદ્ગુરૂની પાસે ભાવિક ભક્તની જેમ રાજાએ મલ્લિકુમારી આગળ નગરીનિરોધ રૂપ ઉદ્વેગનું કારણ કહી સંભળાવ્યું. (૧૮૭)