________________
चतुर्थः सर्गः
केऽपि शक्राज्ञया चेलुः, केचिद् भक्त्या जिनं प्रति । विचित्रैर्वाहनै रूढास्त्रिदशाः शक्रसन्निधौ ॥ ११३ ॥ पालको सदीशेनाऽऽभियोगिकशिरोमणिः । आदिष्टो विदधे वेगाद्विमानं बहुमानतः ||११४ ।। भुजैरिव ध्वजैर्नृत्यच्छत्रैर्हसदिवोज्ज्वलैः । वीक्ष्यमाणं यदुत्तुङ्गैर्गवाक्षैर्नयनैरिव ॥ ११५ ॥
ततः प्रदक्षिणीकृत्य, प्राच्यसोपानवर्त्मना । घुसन्नाथो विमानं तदारुरोह समं सुरैः ||११६ ॥ युग्मम्
गन्धर्वनाट्यानीकाभ्यां, कौतुकाक्षिप्तमानसः । अभिस्वयम्भूरमणं, तेनाचालीत् पुरन्दरः ॥११७॥
३३७
વિચિત્ર વાહનોપર આરુઢ થઈને ઇંદ્રની પાસે આવ્યા. (૧૧૩)
પછી અભિયોગિક દેવોમાં મુખ્ય-એવા પાલક નામના દેવને ઇંદ્ર આદેશ કર્યો એટલે તેણે સત્વર મોટા પ્રમાણવાળુ વિમાન તૈયાર કર્યું. (૧૧૪)
પાલક વિમાન દ્વારા પ્રભુજીની જન્મભૂમિ તરફ પ્રયાણ.
પાલકવિમાનની શોભા તો જુઓ. ભુજાઓની જેમ ધ્વજાઓથી જાણે નૃત્ય કરતું હોય, ઉજ્જવળ છત્રોથી જાણે હાસ્ય કરતું હોય અને નેત્રોની જેમ ઉત્તુંગ ગવાક્ષોથી જાણે સર્વત્ર જોતું હોય (૧૧૫)
એવા તે વિમાનને પ્રદક્ષિણા દઈ સૌધર્મ ઇંદ્ર દેવોની સાથે પૂર્વના સોપાનમાર્ગથી તેમાં આરૂઢ થયા. (૧૧૬)
પછી ગંધર્વ અને નાટકરૂપ બે સૈન્યના ગાયન તથા નૃત્યરૂપ કાર્યથી કૌતુકીભૂત મનવાળા ઇંદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર ભણી ચાલ્યા. (૧૧૭)