________________
श्री मल्लिनाथ चरित्र जम्बूद्वीपे मिथिलायां, श्रीमत्कुम्भस्य भूपतेः । एकोनविंशस्तीर्थेशः, प्रभावत्यामजायत ॥१०८॥ कर्तुं तस्या जनिस्नात्रमाहूयन्तां दिवौकसः । कल्याणकोत्सवविधेरधिकारो यतोऽस्ति नः ॥१०९।। अवादयदसौ घण्टां, परिमण्डलयोजनाम् । सुघोषां तन्निनादेन, घोषः सर्वास्वजायत ॥११०॥ द्वात्रिंशतीविमानानां, घण्टालक्षेष्वथ स्वनः । समकालं समुत्तस्थे, शब्दाद्वैतमभूत् तदा ॥१११।। संभ्रान्तान् रणनैस्तासां, दृष्ट्वा तानिति सोऽवदत् । जन्मस्नात्रे जिनेन्द्रस्य, सहेन्द्रेण प्रसर्पताम् ॥११२॥
જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં મિથિલાનગરીમાં શ્રીમાન્ કુંભરાજાની પ્રભાવતી રાણીના ઉદરથી ઓગણીશમાં તીર્થંકરપ્રભુનો જન્મ થયો છે. (૧૦૮)
તેમના જન્મોત્સવ કરવા માટે સર્વદેવોને બોલાવો. કારણ કે કલ્યાણક ઉત્સવ કરવાનો આપણો અધિકાર છે. (૧૦૯)
એટલે નૈગમેષી સેનાપતિએ એક યોજનાના ઘેરાવાવાળી સુઘોષા નામની ઘંટ વગાડી, તેના નાદથી બત્રીસ લાખ વિમાનોની બત્રીશલાખ ઘંટાઓમાં સમકાલે અવાજ થયો. એટલે આખું સૌધર્મદેવલોક તે સમયે શબ્દમય બની ગયું (૧૧૦-૧૧૧).
પછી તે ઘંટનાદથી સંભ્રમિત થયેલા દેવોને જાણીને હરિëગમેષીએ ઉદ્ઘોષણા કરી કે, જિનેન્દ્રના જન્મસ્નાત્રમાં ઇંદ્રની સાથે સર્વે ચાલો. (૧૧૨).
એટલે કેટલાક દેવો ઇંદ્રની આજ્ઞાથી, કેટલા જિનભક્તિથી,