________________
३२४
श्री मल्लिनाथ चरित्र
प्रभावतीमिति स्तुत्वा, द्वीपे नन्दीश्वराभिधे । कृत्वा महोत्सवं स्थानं, स्वं स्वमीयुः सुरोत्तमाः ||४३||
स्वप्नान्तादपि जाग्रत्या, प्रभावत्या महीपतेः । कथयामासिरे प्रातर्यथादृष्टममून्यथ ॥४४॥
ऋजुना मनसा स्वप्नान्, विचार्य क्षोणिनायकः । आचख्याविति ते देव्यपत्यरत्नं भविष्यति ॥४५ ॥
विशेषतस्त्वमीषां तु, फलं ज्ञातुं धरेश्वरः । आजूहवत् प्रतीहारात्, स्वप्नशास्त्रविशारदान् ॥४६॥
पार्वणेन्दुवदाऽऽनन्दसम्पादनकृतोद्यमाः । वंशगोरोचनापुण्ड्रा, आजग्मुः स्वप्नपाठकाः ||४७||
આ પ્રમાણે પ્રભાવતીમાતાની સ્તુતિ કરીને ઇંદ્રો નંદીશ્વરદ્વીપે જઈ ત્યાં અષ્ટાન્તિકા મહોત્સવ કરીને પોતપોતાના સ્થાને ગયા. (૪૩)
સ્વપ્નનિવેદન કરતા માતાજી. સ્વપ્નફલાદેશ સુણી હરખાતા માતાજી.
હવે સ્વપ્ન જોયા પછી બાકીની રાત્રી જાગૃત અવસ્થામાં પસાર કરતી પ્રભાવતી દેવીએ પ્રભાતે જેવી રીતે સ્વપ્નો જોયા તે રાજાને નિવેદન કર્યા. (૪૪)
એટલે સરળમનથી તેનો વિચાર કરી રાજાએ કહ્યું કે, કે દેવી તમને ઉત્તમ પુત્રરત્નની પ્રાપ્તિ થશે. (૪૫)
પછી એ સ્વપ્નોનું વિશેષ ફળ જાણવા માટે રાજાએ પ્રતીહાર દ્વારા સ્વપ્નશાસ્ત્રમાં વિશારદ એવા પંડિતોને બોલાવ્યા. (૪૬) એટલે પૂર્ણિમાના ચંદ્રની જેમ આનંદ પમાડવામાં તત્પર અને