________________
ચતુર્થ :
३२३ इतस्तत्र समागत्य, सर्वेऽपि त्रिदशेश्वराः । चलत्कुण्डलमाणिक्यरचितेन्द्रधनुर्युतः ॥३८॥ किरीटस्पृष्टभूपीठा, नेत्रैर्नीलोत्पलैरिव । प्रभावतीं समभ्यर्च्य, पेठुस्तवनमीदृशम् ॥३९॥ प्रभावति ! नमस्तुभ्यं, प्रभावातिशयान्विते ! । सवृत्ताऽदोषतीर्थेशरत्नरोहणचूलिके ! ॥४०॥ प्रभावमहिमालास्यमौषधं सदृशां परम् । अनूपेऽम्बुनिपानं च, मरौ नद्यवतारणम् ॥४१॥ दरिद्राणां धनमिदं, प्रपा भवपथे नृणाम् । यत्त्वया त्रिजगन्नाथो, ध्रियते कुक्षिकन्दरे ॥४२॥ युग्मम्
કરે ઈંદ્રો સ્તવના. પ્રભુમાતાની કરે અર્ચના.
એ અવસરે ચલાયમાન કંડલના માણેકથી ઇંદ્રધનુષ્યની પ્રજાને પ્રગટ કરનાર, સર્વ પણ ઇંદ્રી ભૂપીઠ (પૃથ્વી) ઉપર આવી, પોતાના મુગટો નમાવી, જાણે નીલકમલ જેવા નેત્રોવડે પ્રભાવતીની અર્ચા (પૂજા) કરીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. (૩૮-૩૯)
પ્રભાવના અતિશય યુક્ત તથા સદાચાર અને તીર્થેશરૂપ રત્નની રોહણભૂમિરૂપ હે પ્રભાવતી માતા ! તમને નમસ્કાર થાઓ (૪૦)
તમે પ્રભાવને લીધે મહામંડલના એક મુખરૂપ, સમ્યવી જીવોના પરમ ઔષધરૂપ નિર્જલ પ્રદેશમાં એક જળાશયરૂપ, મરૂદેશમાં નદીના અવતરણરૂપ, દરિદ્રોને ધનરૂપ અને સંસારમાર્ગમાં મનુષ્યોને પરબરૂપ એવા ત્રણ જગતના નાથને કુક્ષિમાં ધારણ કરો છો. (૪૧-૪૨)
દરિદ્રોને
માં ધારણ કરીને પરબ,