________________
ચતુર્થ: સા:
३२१ तन्वन् कुवलयोलासं, दृक्चकोरमुदं दिशन् । राजमानः करै राजा, पुण्यपादपदोहदः ॥२८॥ भाभिरुयोतिताशेषदिक्चक्रश्चक्रबान्धवः । पूर्वाद्रिमौलिमाणिक्यपद्मिनीवनवल्लभः ॥२९॥ सुवर्णकिङ्किणीवाणैर्जगतोऽशेषसंपदः । व्याहरन्निव सद्वंशभ्राजिष्णुश्चपलो ध्वजः ॥३०॥ नीलाम्बरोऽम्बरेणेव, रोचिष्णुः प्रबलैर्दलैः । कामकुम्भः श्रियो देव्याश्चित्रं लीलाविलासभूः ॥३१॥ आकण्ठं पूर्णमम्भोभिः, सुधाकुण्डमिवापरम् । तापोपतापविध्वंसि, पद्मरम्यं सरोवरम् ॥३२॥ ચંચળ લક્ષમીની જાણે અખંડિતમાળા હોય તેવી પુષ્પમાળા (૨૭)
કુવલય (પૃથ્વીમંડળ)ના ઉલ્લાસને કરતો, દૃષ્ટિરૂપ ચકોરને આનંદ પમાડતો, કિરણોથી શોભતો અને પુણ્યવૃક્ષના દોહદરૂપ (૨૮)
કાંતિથી દિશામંડળને પ્રકાશિત કરનાર, પૂર્વાચળરૂપ મુગુટના માણિક્યરૂપ અને પદ્મિનીવનનો વલ્લભ એવો સૂર્ય (૨૯)
સુવર્ણની ઘુઘરીઓના અવાજથી જગતની સમસ્ત સંપત્તિને કહેતો, તથા સારા વંશ (દંડ)થી સુશોભિત એવો ચપળધ્વજ, (૩૦)
અંબર (વસ્ત્ર)થી જાણે નીલાંબર હોય એવો પ્રબલ પુષ્પદળથી સુશોભિત અને લક્ષ્મીદેવીનું જાણે વિચિત્ર વિલાસસ્થાન હોય તેવો કામકુંભ, (૩૧)
જળથી સંપૂર્ણ ભરપૂર, જાણે બીજો સુધાકુંડ હોય તેવું, તાપ