________________
३२०
गोक्षीरधारागौराङ्गः, ककुद्मान् मदमेदुरः । उन्नदन् मधुरध्वानमानन्दं प्रोरिन्निव || २३ ||
श्री मल्लिनाथ चरित्र
चतुर्भिर्दशनैः शुभ्रैरुपायैरिव भूपतिः । करी मदरुचि: प्रेङ्गोलम्बरवडम्बरी ||२४|| रज्यद्भिरिव काश्मीरैः, राजितः स्कन्धकेशरैः । केशरी सौम्यकामास्यः शरलीकृतबालधिः ॥ २५ ॥
करीश्वरकरक्रोडस्वर्णकुम्भजलोर्मिभिः । संसिच्यमानपुण्यदुरिव लक्ष्मीः पुरः स्थिता ॥२६॥
कल्पद्रुपारिजातादिप्रसूनस्तोमगुम्फितम् ।
दाम दामाऽच्छिन्नमिव, चञ्चलायाः सदा श्रियाः ॥२७॥
ચારગતિરૂપ સંસારના કેદખાનામાંથી મુક્તિ.
તે રાત્રે સુખે સુતેલી મહાસતી પ્રભાવતીએ અનુક્રમે ચૌદમહાસ્વપ્નો જોયા. (૨૨)
ગોક્ષીરધારા સમાનશ્વેત, પરિપુષ્ટ જાણે આનંદના ઉદ્ગાર કરતો હોય તેમ મધુર શબ્દ કરતો વૃષભ, (૨૩)
ભ્રમણકરતા ભમરાઓના ધ્વનિનું અનુકરણ કરતો મદોન્મત્ત અને ચાર ઉપાયયુક્ત રાજાની જેમ ચા૨શ્વેતદાંતથી શોભતો હાથી. (૨૪)
જાણે કુંકુમથી રંગેલા સ્કંધના કેશથી સુશોભિત, સૌમ્ય અને મનોહરમુખવાળો અને સરળપૂંછડાવાળો કેશરીસિંહ, (૨૫)
ગજેન્દ્રના હાથમાં રહેલા સુવર્ણકુંભની જળધારાથી સિંચન કરાતા પુણ્યવૃક્ષ સરખી સન્મુખ ઉપસ્થિત લક્ષ્મીદેવી, (૨૬)
કલ્પવૃક્ષ અને પરિજાતક વિગેરે પુષ્પોથી ગુંથેલી અને સદા