________________
३१९
વાર્થ: સf:
बुभुजे कुम्भभूपालो, भोगसौख्यं तया समम् । लक्ष्म्येव लक्ष्मीरमणः, शच्येव च शचीपतिः ॥१८॥ इतो महाबलस्याथ, जीवः पूर्णनिजस्थितिः । प्रच्युत्याऽच्युतसत्कर्मा, वैजयन्तविमानतः ॥१९॥ अश्वयुक्संस्थिते चन्द्रे, क्रूरग्रहविवजिते । फाल्गुनश्वेतचतुर्थ्यां, दिवसे विजयाभिधे ॥२०॥ श्रीमत्कुम्भनृपागारे, देव्याः कुक्षाववातरत् । कन्दरायां सुवर्णाद्रेः, कल्पोपपदशाखिवत् ॥२१॥ त्रिभिर्विशेषकम् तदावतारयामिन्यां, सुखसुप्ता महासती । वीक्षाञ्चक्रे क्रमादेतान्, महास्वप्नान् प्रभावती ॥२२॥ એવા હેતુથી જ જાણે સુવિસ્તીર્ણ નિતંબથી શોભતી તે ધીરે ધીરે ચાલતી હતી. (૧૭)
લક્ષ્મીની સાથે કૃષ્ણ અને ઇંદ્રાણીની સાથે ઇંદ્રની જેમ તે કુંભરાજા તેની સાથે સાંસારિક ભોગસુખ ભોગવતા હતા. (૧૮)
વૈજયંતવિમાનથી મહાબલજીવનું ચ્યવન. હવે અખંડિત ભાગ્યવંત મહાબલનો જીવ પોતાનું દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી વૈજયંત વિમાનથી ચ્યવીને (૧૯).
ક્રૂરગ્રહ રહિત લગ્ન, અશ્વિની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થતાં ફાગણ સુદ ચોથના વિજયનામના દિવસે (૨૦)
શ્રીમાન કુંભરાજાના ભવનમાં મેરૂગિરિની મધ્યભૂમિમાં કલ્પવૃક્ષની જેમ પ્રભાવતી રાણીની કુક્ષિએ અવતર્યો. (૨૧)
દેવલોકથી પ્રભુનું ચ્યવન એટલે