________________
પ્રથમ: :
वन्दारुसुरकोटीरचकोरीचक्रचुम्बिताः । जीयासुर्वीरनाथस्य, क्रमद्वन्द्वनखेन्दवः ॥४॥ अन्यानपि गतत्रासान्, सच्छायान् विमलानलम् । नौमि मुक्तावलीमध्यनायकान् जिननायकान् ॥५॥ त्रिपद्यपि जिनानां गौर्जगद्गोचरचारिणी । सालङ्काराङ्गिनी मे स्यात्तत्त्वपीयूषवर्षिणी ॥६॥ रजःक्षोदपयोदं श्रीविद्याहृद्यावतंसकम् । प्रणौम्यहं भवोद्यानभङ्गनागं गुरुं स्वकम् ॥७॥
વંદન કરવા આવતા કરોડો દેવોના મુગટરૂપ ચકોરીસમૂહથી ચુંબિત થયેલા શ્રીવર પરમાત્માના ચરણયુગલના નખરૂપી ચંદ્રો જયવંતા વર્તો. (૪)
સંસારના ત્રાસરહિત, મનોહર કાંતિવાળા, અતિશય નિર્મલ તથા મુક્તાવલી (સિદ્ધ જીવો)માં નાયક સમાન એવા અન્ય શ્રીજિનેશ્વરોને પણ હું નમસ્કાર કરું છું. (૫)
જગતમાં સર્વત્ર વ્યાપ્ત થયેલો, અલંકાર-અંગવાળી એવી શ્રીજિનેશ્વર ભગવંતની ત્રિપદીરૂપ વાણી મને તત્ત્વરૂપી અમૃતને વર્ષાવનારી થાઓ. (૬)
અજ્ઞાનરૂપી રજને શાંત કરવામાં મેઘસમાન લક્ષ્મી અને સરસ્વતીના એક મનોહર મુગટ સમાન, સંસારરૂપી ઉદ્યાનનો ભંગ કરવામાં હસ્તી (હાથી) સમાન એવા મારા પોતાના ગુરુને હું નમસ્કાર કરું છું. (૭)
જગતને જીતનારા, જે દેવના અનેક દેવો પણ દાસ સમાન
१. -नमलान-इत्यपि २. आद्यान्त्याक्षरैर्गुरोर्नाम कवेः शोधयितुश्च रविप्रभं, श्रीकनकम् ।