________________
श्री मल्लिनाथ चरित्र जगज्जैत्रस्य यस्यैते, किङ्करास्ते सुरेश्वराः । तं जिगाय जिनो मारं, कौमारेऽपि जवेनं यः ॥८॥ तस्य श्रीमल्लिनाथस्य, जगन्नाथस्य पावनम् । श्रोतृश्रोत्रसुधासत्रं, सच्चरित्रमुदीर्य्यते ॥९॥ (युग्मम्) श्रीषष्ठाङ्गादिदं चित्रमहं ग्रथनामि माल्यवत् । आरामिक इवारामादुच्चित्य सुमनोहरम् ॥१०॥ जम्बूद्वीप इति द्वीपः, कनकाचलकर्णिकः । स्पष्टाष्टदिग्दलाकीर्णः, प्रोन्निद्रशतपत्रति ॥११॥
છે, તે કામદેવનો જે પ્રભુએ કુમારાવસ્થામાં સત્વર જય કર્યો છે. એવા તે જગતના નાથ શ્રીમલ્લિનાથના પાવનકારી અને શ્રોતાના શ્રોત્રને અમૃતની પરબ સમાન સચ્ચરિત્રની હું રચના કરું છું. (૮-૯)
જેમ ઉદ્યાનપાલક માળી બગીચામાંથી સારાં પુષ્પો એકઠા કરીને માળા ગૂંથે છે તેમ આ ચરિત્રને છઠ્ઠી અંગ (જ્ઞાતાધર્મકથા) માંથી ઉદ્ભત કરીને હું રચું . (૧૦)
વીતશોકા નગરવાસીઓનો ગુણવૈભવ કનકાચલ જેની કર્ણિકા છે, આઠ દિશાઓ રૂપ પત્રદલથી જે વ્યાપ્ત છે, એવો જંબૂદ્વીપ નામે એક દ્વીપ વિકસિત કમલ સમાન શોભી રહ્યો છે. (૧૧)
તે દ્વીપના અપર (પશ્ચિમ) વિદેહમાં સલીલાવતી નામના વિજયમાં શોકરહિત એવા લોકોથી ભરપૂર એવી-વીતશોકા નામે
૨. નિક્રિય રૂત્ય |