________________
आ. श्री विनयचन्द्रसूरिविरचितं श्री मल्लिनाथचरित्रमहाकाव्यम् ।
પ્રથમ: : ! महातेजःप्रसूः सर्वमङ्गलोल्लासकारणम् । अर्हन् गणाश्रयं प्रीणन्, जयताद् वृषभध्वजः ॥१॥ कुम्भजन्मा सितध्यानाञ्जलिपीतभवोदधिः । श्रीमन्मल्लिजिनो भूयात्, पापवातापितापनः ॥२॥ क्रमहीनो द्विजिह्वोऽपि, क्षमाभारक्षमोऽजनि । आश्रयाद्यस्य स स्याद्वः, श्रिये पार्श्वजिनेश्वरः ॥३॥
પ્રથમ સર્ગ
મંગલાચરણ, હઠાવે વિજ્ઞાવરણ. મહાતેજને પ્રગટ કરનાર, સર્વ મંગલને ઉલ્લસિત કરવામાં કારણભૂત, ગણાશ્રય-ગણધર વિગેરે તથા ગણને આનંદ આપનાર, ત્રણજગતને પૂજનીય શ્રીઆદિનાથ પ્રભુ જય પામો. (૧).
શુક્લધ્યાનરૂપ અંજલિથી ભવસાગરનું પાન કરનાર કુંભરાજાના પુત્ર શ્રીમાનું મલ્લિનાથ ભગવંત ! ભવ્યજીવોના પાપરૂપી દૈત્યનું શોષણ કરનારા થાઓ. (૨)
જેમના આશ્રયથી ચરણરહિત નાગ પણ નાગેન્દ્ર થયો. પૃથ્વીનો ભાર ઉપાડવા સમર્થ થયો. એવા શ્રી પાર્શ્વનાથ તમારા કલ્યાણને માટે થાઓ. (૩) १. गणश्रियमित्यपि