________________
આ.શ્રી વિનયચંદ્રસૂરિ વિરચિત શ્રીમલ્લિનાથ ચરિત્ર
ગૂર્જરાનુવાદ પ્રથમ સર્ગ
સંદર્શિત કથાનકનું દિગ્દર્શન. મંગલાચરણ-વીતશોકાનગરીદર્શન-બળરાજા-ધારિણીરાણીશ્રીરત્નચંદ્રમુનિની પધરામણી, બળરાજાનું વંદના ગમન, શ્રીરત્નચંદ્રમુનિને તેમના વૈરાગ્યકારણની પૃચ્છા-રત્નચંદ્રમુનિએ કહેલ પોતાની પૂર્વકથા-બળરાજાએ ગ્રહણ કરેલા શ્રાવકના વ્રત, એક વિદ્યાધરનું દીક્ષાર્થે આગમન, તેણે કહેલ શક્રાવતાર તીર્થયાત્રાની હકીકત, બળરાજાએ તે તીર્થસંબંધી અને તે તીર્થોદ્ધાર કરનાર હરિશ્ચંદ્રરાજવીની વિસ્તીર્ણકથા-વિદ્યાધરે કરેલી દીક્ષા સ્વીકૃતિ-બળરાજાનુ સ્વસ્થાને ગમનધારિણીરાણીએ જોયેલ સ્વપ્ર-પુત્રનો જન્મ-મહાબળકુમાર નામસ્થાપના-મહાબળકુમારના છ મિત્રોની મિત્રતાશ્રીરત્નચંદ્રમુનિની ફરીથી નગરમાં પધરામણી-બળરાજાનું વંદનાર્થે ગમન-વાણી સુણી પ્રતિબોધ-દીક્ષા ગ્રહણની તીવાભિલાષા-મહાબળકુમારનો રાજયાભિષેક.