________________
દિતિય: સ:
कृत्वा सौभाग्यकन्दल्या, पाणिग्रहमहोत्सवम् । उष्ट्रीमारुह्य गन्तव्यमुज्जयिन्यां त्वया द्रुतम् ॥४१४॥ अथ प्रमाणमेवास्तु, जजल्प श्रेष्ठिनन्दनः । सक्तुमध्ये घृतक्षेपो, हर्षोत्कर्षाय कस्य न ? ॥४१५॥ प्रदोषेऽध्यापकं नत्वाऽवादीद् विनयचट्टकः । તાત ! પ્રતિષ્યિામિ, પિતૃપાનમીયા I૪૧દ્દા हंहो ! वत्स ! ममाभ्यर्णे, स्थितो विनयभृच्चिरम् । परं विद्यालवो ज्ञातो, न त्वया पूर्वकर्मतः ॥४१७॥ गुरूणां क्रमसेवा हि, निष्फला न प्रजायते । एष प्रवादो मा भूयादसत्य इति चिन्तयन् ॥४१८॥ તારે સત્વર ઉજ્જયિની નગરી તરફ ચાલ્યા જવું. (૪૧૪)
એટલે શ્રેષ્ઠીપુત્ર બોલ્યો કે, મારે એ વાત પ્રમાણ છે. અહા! સાથવામાં ઘીનો પ્રક્ષેપ થાય તે કોને હર્ષદાયક ન બને ? (૪૧૫)
પછી સાંજે અધ્યાપકને નમન કરીને વિનયચટ્ટ કહેવા લાગ્યો કે, “હે તાત ! પ્રભાતે હું પિતાજીના ચરણને નમસ્કાર કરવા જવાનો છું.” (૪૧૬)
એટલે ઉપાધ્યાય બોલ્યા કે, “હે વત્સ ! તું મારી પાસે વિનયી થઈને બહુ કાળ રહ્યો છતાં પૂર્વકર્મના દોષે તું મારી પાસેથી લેશમાત્ર પણ વિદ્યા ભણી શક્યો નહિ. (૪૧૭).
પરંતુ ગુરુચરણસેવા કદાપિ નિષ્ફળ જતી નથી. એ કહેવત અસત્ય ન થાઓ.” આમ ચિંતવી પવિત્રાત્મા એવા ઉપાધ્યાયે સારસ્વત વિદ્યાથી ચંદનને મંત્રિતકરીને ઘસીને તેને પીવડાવી દીધું.