________________
દ્વિતીય સ:
अमुष्याः शीलमाहात्म्यं, वागीशो वक्तुमक्षमः । मन्ये शून्यपदभ्रान्ति, नित्यं नित्यं दधात्यलम् ॥३३२॥ ततः पौतिकवृत्तान्तमनल्पं कल्पवासिनः । प्रजल्पन्ति स्म विस्मेरवदनाम्भोजराजिताः ॥३३३॥ अस्याः शीलमनश्लीलं, हरेर्वर्णयितुं पुरः । गच्छामो वयमित्युक्त्वा, प्रचेलुः कल्पवासिनः ॥३३४॥ सस्नेहमगदद् देवी, देव ! कस्मात् कृशाङ्गकाः । भवन्तः श्वेतवसनाः, संप्राप्तदर्शना इव ? ॥३३५॥
ધન્ય છીએ કે આ સતીશિરોમણિના ચરણયુગલને નમવાનો અમને સમય પ્રાપ્ત થયો (૩૩૧)
એમ અમે ધારીએ છીએ. આ સતીના શીલનું માહાભ્ય કહેવાને અસમર્થ એવો બૃહસ્પતિ પણ નિરંતર શૂન્યપદની ભ્રાંતિને ધારણ કરે છે.” (૩૩૨)
પછી વિકસિત વદનકમળથી સુશોભિત એવા દેવોએ પેલા વહાણવટીનો બધો વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યો. (૩૩૩)
હવે ઈંદ્રની પાસે એના નિર્મળશલના માહાભ્યનું વર્ણન કરવાને અમે જઈએ છીએ. એમ કહીને દેવો ચાલતા થયા. (૩૩૪)
બારવર્ષ વિયોગ સહતા રાજવી. જ્ઞાનીગુરુભગવંત સમીપે પૂર્વભવ સુણતાં રાજવી.
આ બાજુ સ્નેહપૂર્વક વનમાળાએ રાજાને કહ્યું કે હે દેવ ! આપ દીક્ષિતની જેમ શ્વેતવસ્ત્ર ધારી અને કૃશાંગ કેમ થઈ ગયા છો ? (૩૩૫)