________________
१९४
श्री मल्लिनाथ चरित्र देवि ! त्वद्विरहे प्राप्ते, क्षमिणः साम्यभाजिनः । जैनाचार्याः समाजग्मुर्विहरन्तः कृपालवः ॥३३६।। तेषामन्तेऽर्हतो धर्म, श्रुत्वा न्यगदमञ्जसा । दीक्षां दत्त भवाम्भोधौ, मङ्गिनीमङ्गिनीमिव ॥३३७॥ राजन् ! भोगफलं कर्म, तवाद्यापि हि वर्तते । ततोऽहं न्यगदं तूर्णमपूर्णस्वमनोरथः ॥३३८।। वनमालां विना स्वामिन् !, सर्वस्त्रीनियमो मम । तस्याः शुद्धिर्मया लब्धा, न चरैरपि भूरिभिः ॥३३९॥ अखण्डशीलालङ्कारा, रुन्धतीव महासती । राजन् ! द्वादशवर्षान्ते, मिलिष्यति तव प्रिया ॥३४०॥
એટલે રાજાએ કહ્યું કે :-“હે દેવી ! તારો વિરહ થયા પછી એકવાર ક્ષમાવંત સમતાવંત અને દયાવંત એક જૈનાચાર્યનું વિહાર કરતાં અહિંયા આગમન થયું. (૩૩૬).
તેમની પાસે જઈ ધર્મશ્રવણ કરી મેં કહ્યું કે - “હે ભગવન! સંસારસાગરમાં સાક્ષાત્ નાવ (મંગિની) તુલ્ય એવી દીક્ષા મને સત્વર આપો.” (૩૩૭)
એટલે આચાર્ય બોલ્યા કે :- હે રાજન્ ! હજુ પણ તારું ભોગાવલીકર્મ બાકી છે. આ સાંભળતા અપૂર્ણ મનોરથવાળો હું બોલ્યો કે :- (૩૩૮)
હે સ્વામિન્ ! વનમાળા સિવાય સર્વસ્ત્રીઓનો મારે ત્યાગ છે. મેં ઘણા માણસો મોકલી તેની શોધખોળ કરાવી છતાં તેનો કોઈ પત્તો મળી શક્યો નથી.” (૩૩૯)
એટલે આચાર્ય ભગવંત બોલ્યા કે - “હે રાજન્ ! અરૂંધતીની