________________
१९२
श्री मल्लिनाथ चरित्र शीलव्रतप्रभावेण, वयमस्याः पदातयः । तवैतत्प्राणघातेन, कृतान्ताऽनुचरा इव ॥३२७।। तत: पोतवणिग् भुञ्जन्निवाऽऽस्येऽक्षिपदङ्गुलीः । सर्वासामपि भीतीनां, मरणं हि महद् भयम् ॥३२८॥ अर्थतैः करुणासान्द्रैस्तं विमुच्य नृपप्रिया । विज्ञायाऽवधिना नीता, विभूषणपुरे पुरे ॥३२९॥ आवासमध्यमासीनां, तां निरीक्ष्य क्षितीश्वरः । विस्मयस्मेरहृदयो, यावद् ध्यायति किञ्चन ॥३३०॥ अथोचुस्ते सुपर्वाणो, देव ! धन्या वयं ननु । सतीचूडामणेरस्याः , प्रणतं यत् पदद्वयम् ॥३३१॥ મારે છે? (૩૨૬)
શીલવ્રતના પ્રભાવથી અમે તેના સેવક જેવા છીએ. અને એનો પ્રાણઘાત કરનાર એવા તારા માટે અમે યમના અનુચર (દૂત) સમાન છીએ.” (૩૨૭).
એટલે તે વહાણવટીએ જાણે ભોજન કરતો હોય તેમ પોતાના મુખમાં આંગળીઓ નાંખી, કારણ કે “બધા ભય કરતાં મરણનો ભય મોટો છે. (૩૨૮)
પછી કરૂણાસાગર એવા તે દેવો તેને મુક્ત કરાવીને અવધિજ્ઞાનથી ઓળખી વિભૂષણપુરમાં લઈ જઈને તેના આવાસમાં મૂકી. (૩૨૯)
ત્યાં અચાનક તેના આવાસમાં બેઠેલી તેને જોઈને વિસ્મયથી વિકસિત હૃદયવડે રાજા કાંઈક વિચારે છે. (૩૩૦)
તેવામાં તે દેવો કહેવા લાગ્યા કે ” હે દેવ ! ખરેખર અમે