________________
દ્વિતીય સ
सुशीला पावना काचित्, स्तूयते विबुधैरपि । यथा पौतिकवृत्तान्ते, श्रूयते वनमालिका ॥२१५।। तथाहि पुष्करद्वीपे, कालाम्भोधिमनोहरे । पुरं विभूषणं नाम, भूतधात्रीविभूषणम् ॥२१६॥ निरालम्बपरिभ्रान्तो, यत्र श्रान्तो दिवाकरः । अभ्रंलिहग्रहेष्वस्थात्, प्रदत्तेष्वासनेष्विव ॥२१७।। सौधजालकनिर्गच्छधूपधूमं घनोपमम् । विलोक्य केकिन: केकां, कुर्वते यत्र वेश्मगाः ॥२१८।। तस्मिन् बभूव भूपालो, विमलो विमलाशयः । मूर्त्या सोमोऽपि यः सूरः, प्रतापेन प्रकाशते ॥२१९॥ કરે છે. એવી પવિત્રતાનાં સંબંધમાં વનમાલિકાનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે :- (૨૧૫)
શીલધર્મ ઉપર વનમાલાનું દૃષ્ટાંત. કાલોદધિસમુદ્રથી મનોહરતા ધારણ કરતાં પુષ્કરવર દ્વીપમાં વસુધાના (પૃથ્વીના) વિભૂષણરૂપ વિભૂષણ નામે નગર છે. (૨૧૬)
જ્યાં નિરાલંબનપણે ભ્રમણ કરવાથી થાકી ગયેલો સૂર્ય જાણે આસનો સ્થાપેલા હોય તેમ ગગનસ્પર્શી ગ્રહો પર ક્ષણભર વિસામો લે છે. (૨૧૭)
મહેલના ઝરુખામાંથી નીકળતા ધૂપના ધૂમાડાને (મેઘઘટા) સમજીને જયાં હવેલીઓ પર બેઠેલા મયૂરો ટહૂકા કરે છે. (૨૧૮)
તે નગરમાં નિર્મળ આશયવાળો વિમળરાજા રાજ્ય કરતો