________________
१६१
તિય: :
कोदण्डाद् देवतारत्नमुद्दधे पद्मशेखरः । સુમોલ્પિતા વ મટા, વમૂવુ: સૂરસેવિન: ૨૭દ્દા जितकाशी नृपः पद्म, आसाद्य विषयं निजम् । पुरी चन्द्रकलां प्राप, प्रतापजितभा:पतिः ॥१७७॥ परन्तप इव प्राज्यं, राज्यं प्रबलविक्रमः । आससाद पुरं चापि, स त्वरितबलान्वितः ॥१७८॥ अन्येद्युः कोऽपि निर्ग्रन्थो, ग्रन्थवद्वर्णभास्वरः । सतत्त्वः सज्जनानन्दी, पूर्वं हि समवासरत् ॥१७९॥ तं वन्दितुं महीनाथः, सनाथः परया मुदा । अगादुपवने तस्मिन्, महामुनिपवित्रिते ॥१८०।।
પછી ધનુષ્ય પરથી તે રત્ન ઉતારી દીધું. એટલે સૂરરાજાના સુભટો જાણે સુઈને જાગ્યા હોય તેવા થઈને ઉઠ્યા. (૧૭૬).
જિતસ્વભાવી અને પ્રતાપથી દિવાકરને જીતનાર પઘરાજા પોતાના પિતાના દેશની ચંદ્રકળા નગરીમાં આવ્યો (૧૭૭)
અને પ્રબળ પરાક્રમી તેમજ ઝડપી સૈન્યથી સમન્વિત એવો તે પરંતપ રાજાની જેમ તે પ્રાજ્ય(વિશાળ) રાજય પોતાને સ્વાધીન કરીને પછી પોતાની રાજધાની શોભાપુરીમાં આવ્યો. (૧૭૮)
નગરના ઉદ્યાનમાં નિગ્રંથ મુનિની પધરામણી.
એકવાર વર્ણથી દેદીપ્યમાન ગ્રંથની જેમ તત્ત્વસહિત અને સજ્જનોને આનંદ આપનાર એવા કોઈ નિગ્રંથમુનિ ત્યાં પધાર્યા. (૧૭૯).
એટલે પરમહર્ષપૂર્વક રાજા તેમને વંદન કરવામાટે મહામુનિથી પવિત્રિત થયેલા તે ઉપવનમાં આવ્યો. (૧૮)