________________
१६०
श्री मल्लिनाथ चरित्र
अथाऽवष्टभ्य कोदण्डे, स्वदोर्दण्ड इवाऽर्पिते । निद्रन्ति स्म भटाः सौमाश्चिरं भ्रान्ताऽध्वगा इव ॥ १७१ ॥
केचिद् रथेषु रथिनस्तल्पेषु रचितेष्विव । प्रसार्य चरणद्वन्द्वं शेरते स्म रणाङ्गणे ॥ १७२ ॥
केषां पाणितलादस्त्र, हियेव गलितं ततः । पूर्वाधीतं यथा शास्त्रमिव स्मरणवर्जनात् ॥१७३॥ तुरगा अपि निद्रान्ति, किञ्चिन्मीलितलोचनाः । ऊर्ध्वस्था नवमुद्गानां स्वेच्छया खादनादिव || १७४ ।।
अथो पद्ममहीपालो, नियम्य निजबान्धवम् । सूरं निजे रथे न्यस्यत्, गुम्फेऽर्थमिव सत्कविः ॥१७५॥
એટલે અર્પિત કરેલા પોતાના બાહુદંડ હોય તેવા ધનુષ્યદંડને જોઈને ચિરકાળથી ભમતા મુસાફરો નિદ્રાને આધીન થાય તેમ સોમરાજાના સુભટો નિંદ્રિત થઈ ગયા. (૧૭૧)
યુદ્ધભૂમીમાં કેટલાક રથ હાંકનારા જાણે શય્યા પાથરી હોય તેમ રથમાં પગ પ્રસારીને સૂઈ ગયા. (૧૭૨)
પૂર્વે અભ્યાસ કરેલ શાસ્ર જેમ સ્મરણ વિના ભૂલી જવાય તેમ લજ્જાથી જ કેટલાકના હાથમાંથી અસ્રો નીચે પડી ગયા. (૧૭૩)
સ્વેચ્છાથી નવા મગ બહુ ખાવાને લીધે સ્તબ્ધ થઈ જાય તેમ અશ્વો પણ ઊભા ઊભા જ કંઈક નેત્ર બંધ કરીને ઊંઘવા લાગ્યા. (૧૭૪)
પછી પદ્મરાજાએ પોતાના ભાઈ સૂરને લઈ આવી સત્કવિ જેમ કાવ્યમાં અર્થને સ્થાપન કરે તેમ પોતાના રથમાં તેને બેસાડી દીધો. (૧૭૫)