________________
તી: સજી: गजा गजैरयुध्यन्त, योधा योधै रथा रथैः । दन्तादन्ति खड्गाखड्गि, तुण्डातुण्डि यथाक्रमम् ॥१६६।। रजोराज्याऽम्बरे छन्ने, घण्टानादैर्महागजाः । सुभटैरन्वमीयन्त, प्रोद्गारैरिव भोजनम् ॥१६७।। मुद्गरैः केऽपि पात्यन्ते, पवनैरिव पादपाः । अधावन् केचनोदग्रा, उद्दन्ता इव दन्तिनः ॥१६८॥ पद्मशेखरभूपालबलं निर्बलतां गतम् । सूरभूमीपतेः सैन्यसन्निपातेन सर्पता ॥१६९॥ दत्तं देवतया रत्नं, कोदण्डे पद्मशेखरः ।
ध्वान्ताधायि परबले, वंशे ध्वजमिवादधे ॥१७०॥ રથો રથોની સાથે, દંડાદંડી, ખડ્યાખડ્મી, મુષ્ટામુષ્ટિ એમ અનેક રીતે યુદ્ધ કરવા લાગ્યા. (૧૬૬)
એ વખતે આકાશ રજશ્રેણીથી વ્યાપ્ત થઈ જતાં એકબીજાની દષ્ટિએ નહીં પડવાથી ઉદગારથી (ઓડકાર) ભોજનની જેમ સુભટો ઘંટાનાદથી હાથીઓનું અનુમાન કરી શકતા હતા. (૧૬૭).
પવનથી વૃક્ષોની જેમ કેટલાક સુભટો મુદ્ગરોથી પતિત થતા હતા. કેટલાક મોટા દાંતવાલા હાથીઓની જેમ આવેશમાં આવીને દોડતા હતા. (૧૬૮)
અનુક્રમે નજીક આવતા સૂરરાજાના સૈન્યના પ્રબળ ઘસારાથી પદ્મશેખરનું સૈન્ય નિર્બળ થઈ ગયું. (૧૬૯)
એટલે પધશેખર રાજાએ શત્રુના બળને પરાજિત કરનાર અને દેવતાએ આપેલા પેલા રત્નને વાંસપર ધ્વજા બાંધે તેમ પોતાના ધનુષ્યદંડ પર ચડાવ્યું. (૧૭૦)