________________
१३४
श्री मल्लिनाथ चरित्र तव वल्लभपुत्रेण, पद्माख्येन स्मरान्ध्यतः ।
अभ्यर्थिता कृतस्नेह, प्रदोषे कुलरेणुना ॥४८॥ निशम्येदं महीपालः, कोपाटोपं विनिर्ममौ । युक्तियुक्तं वचो नैतदविचार्येति चेतसा ॥४९॥ आहूय चण्डनामानमङ्गरक्षं निशागमे । मारणीयो नवैरैिर्भवता पद्मशेखरः ॥५०॥ इत्यादेशं नृपो दत्त्वा, त्यक्तोद्गारमिव क्रुधम् । सौख्यभागी बभूवाशु, कोपान्धानां कुतो मतिः ? ॥५१॥ चण्डाङ्गरक्षकः सोऽथ, लब्ध्वाऽऽदेशं सुदुःश्रवम् । विजने कथयामास, पद्मस्य पुरतोऽखिलम् ॥५२।।
તમારા કુળને કલંક લગાડનારા પદ્મનામના પ્રિયપુત્રે કામાંધા થઈને કાલે સાંજે સ્નેહપૂર્વક મારી પાસે અનુચિત માંગણી કરી.” (૪૮)
આ પ્રમાણેનું વચન સાંભળતાં જ રાજા એકદમ ક્રોધાતુર બની ગયો અને આ યુક્તિયુક્ત વચન નથી. એમ મનથી વિચાર કર્યા વિના રાત્રે જ ચંડ નામના પોતાના અંગરક્ષકને બોલાવીને આદેશ કર્યો કે - નવા મારાઓ પાસે તારે પદ્મશખરને મરાવી નાંખવો. (૪૯-૫૦)
આ પ્રમાણે જાણે સાક્ષાત્ ક્રોધનો ઉદ્ગાર હોય તેવો આદેશ આપીને સ્વસ્થ થયો. અહો ! કોપાંધજનોને મતિ ક્યાંથી હોય? (૫૧)
પછી ચંડ નામના અંગરક્ષકે અત્યંત દુઃખે સાંભળી શકાય