________________
___१३५
દ્વિતીય સઃ अश्रद्धेयमिदं श्रुत्वा, कुमारो हृद्यचिन्तयत् । अप्रसादः कुतस्तातपादैर्मम विनिर्ममे ? ॥५३॥ पप्रच्छ चण्डमुर्वीशनन्दनः किमु कारणम् ? । भवानाकारभावज्ञो, दैवज्ञ इव वर्तते ॥५४।। चण्डोऽवदद् विमातुस्ते, मन्ये कपटनाटकम् । नृपेङ्गितात् क्रियातत्त्वं, प्रत्ययादिव पण्डितः ॥५५॥ ततोऽनया स्फुटं कृत्वा, कूटं किञ्चित् कठोरया । व्यामोहितो महीपालश्छाया लेखनया यथा ॥५६।।
એવા તે આદેશને એકાંતમાં પદ્મની આગળ તે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. (૫૨)
એટલે માનવામાં ન આવે તેવું વચન સાંભળીને કુમાર અંતરમાં ચિંતવવા લાગ્યો કે :- “અહો ! પિતાની મારા ઉપર અવકૃપા કેમ ઊતરી ? (પ૩).
પછી તેણે ચંડને પૂછ્યું કે :- તેનું કારણ શું હશે ? તમે દેવજ્ઞની જેમ આકારમાત્રથી રાજાના ભાવને જાણી શકો તેમ છો.
(૫૪)
એટલે ચંડ બોલ્યો કે :- પ્રત્યય (નિમિત્ત) થકી જેમ પંડિત ક્રિયાતત્ત્વને જાણી શકે તેમ રાજાના ઇગિતથી હું ધારું છું કે – આ તમારી વિમાતાનો કપટ-પ્રપંચ છે. (૫૫)
આલેખના આભાસની જેમ એણે કંઈક કૂટ પ્રગટ કરીને રાજાને વ્યામોહિત કર્યો જણાય છે. એટલે કુમાર ચિંતવવા લાગ્યો કે :(૫૬)
અહો ! જગતને મોહના કારણભૂત, બુધજનોથી પણ