________________
१३३
દ્વિતીય સ:
प्रमादवशतो भ्रष्टविद्यां विद्याधरीमिव । सोमां वीक्ष्य नृपोऽप्यूचे, प्रेममन्थरया गिरा ॥४३।। उत्तरायणतिग्मांशुबिम्बवद् वदनं तव । પતિન: થે નાત, સોમે ! સોમવરીનને ? II૪૪ तवाज्ञाखण्डनं मोहाद्, मादृशेन विनिर्मितम् ? । यदेवं कोपसंस्त्याये, मोहभित्तिघने स्थिता ॥४५।। अथाऽभ्युवाच भूपालं, सोमा श्यामास्यमण्डला । चित्तेन धर्तुं नो वक्तुं, शक्यते यत् तदाऽभवत् ॥४६॥ अथो निर्बन्धतः पृष्टा, दत्त्वोच्चैः शपथावलीम् । हतनिःशेषसारेव, साऽप्यूचे गद्गदाक्षरम् ॥४७॥ આચ્છાદિત થયેલી ચાંદનીની જેમ વાસભવનમાં એકાંત સ્થાનકે સૂઈ રહી, (૪૨)
પછી પ્રમાદેવશથી ભ્રષ્ટ થયેલ વિદ્યાવાળી વિદ્યાધરીની જેવી સોમાને નિસ્તેજ જોઈને રાજાએ તેને પ્રેમાળવાણીથી બોલાવી ક - “હે સોમે ! હે ચંદ્રાનને ! ઉત્તરાયણના રવિબિંબની જેમ તારું વદન તેજ રહિત કેમ થઈ ગયું છે ? (૪૩-૪૪)
શું કોઈએ તારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે? કે જેથી મોહની દઢ ભિત્તિરૂપ એવા ક્રોધાવેશમાં તું આવી ગઈ છે ? (૪૫)
એટલે સોમા શ્યામમુખ કરીને રાજાને કહેવા લાગી કે - “અમુક અવસરે જે બનાવ બન્યો છે તે મનમાં જીરવી શકાય તેમ નથી અને કહી શકાય તેમ નથી.” (૪૬).
આથી રાજાએ બહુ આગ્રહપૂર્વક તેને શપથ (સોગન) દઈને પૂછયું. એટલે જાણે સર્વસ્વ હરણ થઈ ગયું હોય તેમ ગદ્ગદાક્ષરથી તે બોલી કે :- (૪૭).