________________
अर्हम् अथ द्वितीयः सर्गः ।
अथ प्रहृष्टसर्वाङ्गः, कृतस्नानादिमङ्गलः । सहस्रबाह्यां शिबिकामारुरोह बलो नृपः ॥१॥ ददानो विधिवद् दानं, भावशुद्ध्या विशुद्धधीः । उपेत्योपवनं तस्या, उत्ततार भवादिव ॥२॥ બીજો સર્ગ
બીજાસસંદર્શિત કથાનકોનું દિગ્દર્શન
બળરાજાની દીક્ષાસ્વીકૃતિ-પરિપાલના અને તેમનું નિર્વાણ-મહાબલકુમારની રાયપારિપાલના-તેને થયેલો પુત્રબળભદ્ર નામસ્થાપના-વરધર્મસૂરિની નગરમાં પધરામણી, મહાબળરાજવીનું વંદનાર્થે ગમન. સૂરિએ ઉપદેશેલી આશ્રવનિરોધિની દેશના-દાન-શીલ-તપ-ધર્મવર્ણન-તથા તે સંબંધી વિસ્તીર્ણ કથાનક સુણી મહાબલરાજા બન્યા વિરાગી ચારિત્રગ્રહણની દર્શાવેલી અભિલાષા-બળભદ્રકુમારની રાજ્યાભિષેકની તૈયારી-મુહૂર્તવર્ણન-રાજયાભિષેક છ મિત્રો સંગાથે મહાબળરાજવીનું મહાભિનિષ્ક્રમણ પ્રવ્રજ્યા સ્વીકાર.
ગ્રહી દીક્ષા રત્નચંદ્રમુનિચરણમાં સમર્પણ. નિરતિચારસંયમ પાળી પામ્યા પદ નિર્વાણ.
સર્વાંગે હર્ષિત થઈને અને સ્નાનાદિ મંગલ કરીને શ્રીબળરાજા એક હજાર માણસો ઉપાડી શકે તેવી શિબિકા ઉપર આરૂઢ થયા (૧)
અને ભાવશુદ્ધિથી વિધિપૂર્વક દાન આપતાં નગરની મધ્યમાં થઈને વિશુદ્ધ બુદ્ધિવાળા તે રાજા ઉપવનમાં આવી જાણે સંસારથી