SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ११७ પ્રથમ: : यः श्रेयसि प्रवृत्तानां, निषेधो मोहतो भवेत् । स शालीनूषरक्षेत्रेष्वारोपयति वप्रतः ॥५४९॥ तवापि पूर्वजा राजन् !, वार्धके मुनिवृत्तयः । साम्प्रतं साम्प्रतं तत् ते, कृतज्ञत्वं प्रसर्पति ॥५५०॥ इदं राज्यं कुमारेऽस्मिन्, यत् त्वया विनिवेश्यते । विचार्यं तत्र किञ्चिद् नाऽस्माकमेष भवानिव ॥५५१॥ पितुश्च सचिवानां च, गिरं श्रुत्वा महाबलः । प्रोवाच तातचरणा, अप्रसादाः कथं मम ? ॥५५२॥ મોક્ષગામીની જેમ આવા વચનો તમે શી રીતે બોલો ? (૫૪૮) વળી કલ્યાણ માટે પ્રવૃત્ત થનારને તેના પરના મોહથી નિષેધ કરવો તે સારાક્ષેત્રમાંથી ઉખરક્ષેત્રમાં અક્ષત રોપવા જેવું છે (૫૪૯) હે રાજન ! તમારા પૂર્વજોએ પણ વૃદ્ધપણામાં મુનિવૃત્તિ (મુનિપણું) સ્વીકારી છે. તેથી અત્યારે તેમને પગલે ચાલવારૂપ આ તમારી શ્રેષ્ઠવૃત્તિ કૃતજ્ઞતાને સૂચવે છે. (૫૫૦) વળી આ રાજય તમે કુમારને સોંપો છો, તેમાં અમારે કશો વિચાર કરવાનો નથી. કારણ કે અમે એ કુમારને આપની જેવા જ જોઈએ છીએ. (૫૫૧) રૂડા રાજમહેલને ત્યાગી, એ તો ચાલ્યા રે વૈરાગી આ પ્રમાણે પિતા અને પ્રધાનોની વચ્ચે થયેલી વાત સાંભળીને મહાબલકુમાર બોલ્યો કે :- “હે તાત ! આપ મારા ઉપર શા કારણે અપ્રસન્ન થયા છો ? (પપર) કે જેથી મને છોડી જવા ઇચ્છો છો ? એટલે રાજાએ કહ્યું કે:-“હે વત્સ ! તું વિવેકી થઈને એક અજ્ઞાનીની જેમ મારા
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy