________________
११६
श्री मल्लिनाथ चरित्र तदघं क्षालयिष्यामि, मलक्लिन्नमिवाऽम्बरम् । गृहीत्वा प्रभुपादान्ते, संयमं यमिनां मतम् ॥५४५।। सुते न्यस्यामि राज्यस्य, जरसा जर्जरो भरम् । प्रदोषकाले पूषेव, निजं तेजो हविर्भुजि ॥५४६।। अमुष्मिन् कवचहरे, मयीव नृपसंसदि । वर्तितव्यं महाभागाः !, युष्माभिर्मम शिक्षया ॥५४७॥ अथेत्थं मन्त्रिणोऽप्यूचुः, स्वामिन् ! जातो विरागवान् । अन्यथा कथमासन्नमोक्षस्येव वचस्तव ? ॥५४८॥
અને ભાગતા એવા બીકણજનોના હાથ તથા તેમના ઉત્સંગમાંથી તેના બાળકોને વિખૂટા કર્યા-(૫૪૪)
ઇત્યાદિ પાપોનું અત્રે પધારેલા ગુરુમહારાજની પાસે જઈ ઉત્તમ મુનિઓને સંમત એવું ચારિત્ર લઈને, મેલથી વ્યાપ્ત વસ્ત્રની જેમ હું પ્રક્ષાલન કરીશ. (૫૪૫)
માટે જરાથી જર્જરિત થયેલો હું સંધ્યાકાળે સૂર્ય જેમ પોતાનું તેજ અગ્નિમાં સ્થાપે તેમ મારા પુત્રને આ રાજ્યપર સ્થાપું છું. (૫૪૬)
તો હે સુભગ ! મારી શિક્ષાથી તમે રાજસભામાં જેમ મારી પાસે રહેતા હતા તેમ આ કવચધારી કુમાર પાસે પણ તમારે રહેવું.” (૫૪૭)
મહાબળકુમારને રાજગાદી ઉપર સ્થાપન.
મંત્રીવર્ગને કહેલા હિતકારીવચન. આ પ્રમાણે સાંભળીને સર્વમંત્રીઓ બોલ્યા કે - હે સ્વામિન! તમે અવશ્ય વિરાગી થયા જણાવો છો, નહીં તો આસ