________________
प्रथमः सर्गः
इति विप्लावयत्यस्मिन्, रोहिताश्वं कुतूहलैः । अकस्मादाययौ काऽपि, सपाथेया कुटुम्बिनी ॥ ३६७॥
पृच्छन्ती नगरीमार्गं, भूपमेषा व्यचारयत् । नृपलक्षणभाजोऽस्याऽवस्थेयं कथमीदृशी ? || ३६८॥ कुतस्त्योऽसि कुतश्चागास्तयेति व्याहृते सति । अनाकर्ण्येव तद्वाक्यं, मौन्यभूद्भूमिनायकः || ३६९ || अयाचितं स्वपाथेयं, वृद्धाऽदात् नृपसूनवे । अयाचितं दीयते यत्तद्दानं श्रेयसे खलु ॥ ३७० ॥
गतखेदाऽसि चेद्देवि !, तदोत्तिष्ठ पुरो प्रति । अथाग्रे गौरिव पथा, प्रवृत्ता साऽवदद् नृपम् ||३७१॥
७९
ઇત્યાદિ કુતુહલથી રોહિતાશ્વને રાજા વિનોદ પમાડવા લાગ્યો. એવામાં અકસ્માત્ પાથેયસહિત (શંબલ સહિત) કોઈપણ વૃદ્ધ સ્ત્રી ત્યાં આવી. (૩૬૭)
અને રાજાને નગરીનો માર્ગ પૂછતાં તે વિચારવા લાગી કે, રાજલક્ષણથી સુશોભિત એવા આની આવી દુર્ઘટ અવસ્થા કેમ જણાય છે ? (૩૬૮)
આમ વિચારીને તે વૃદ્ધાએ રાજાને પૂછ્યું કે,”હે ભદ્ર ! તમે ક્યાંના રહેવાસી છો ? અને અહીં ક્યાંથી આવ્યા છો ? આ શબ્દો જાણે રાજાએ સાંભળ્યા જ ન હોય તેમ રાજા મૌન રહ્યો. (૩૬૯)
પછી તે વૃદ્ધાએ માંગ્યા વિના નૃપપુત્રને પોતાની પાસેનું ભાતુ આપ્યું. ખરેખર માંગ્યા વિના જ જે દાન અપાય છે તે જ દાન કલ્યાણને માટે થાય છે.” (૩૭૦)
પછી રાજાએ સુતારાને કહ્યું કે, “હે દેવી ! જો હવે થાક