________________
७३
પ્રથમ સ क्व यातासि सुतारे ! त्वं, मुनिना समुदीरितम् ? । साऽभ्यधादार्यपुत्रेण, गन्ता पत्यनुगाः स्त्रियः ॥३४०॥ ममाधीनां हरिश्चन्द्रश्चेन्नेष्यति तदद्भुतम् । पारीन्द्रवक्त्रगामेणी किं गृह्णन्ति मदद्विपाः ? ॥३४१॥ वसुभूतिरुवाचेदं, प्रज्वलन् क्रोधवह्निना । अरे ! तापस ! नो वेत्सि, लोकमार्ग पुलिन्दवत् ॥३४२॥ परायत्ताः क्वचिन्न स्युर्ललनाः पतिदेवताः । इतिस्मृतिस्मृतौ मूर्ख !, कथं तापसपांशनः ? ॥३४३।।
તે થશે, પરંતુ ચંદ્રની સાથે ચાંદનીની જેમ હું તો આપની સાથે જ આવીશ.” (૩૩૯)
ઋષિએ કહ્યું કે :- “હે સુતારા ! તું ક્યાં જઈશ ? “ તે બોલી કે - “મારા સ્વામીની સાથે જઈશ. કેમકે કુલીન સ્ત્રીઓ પતિને અનુસરે છે.” (૩૪૦)
એટલે ઋષિએ કહ્યું કે - “તું મારે સ્વાધીન છતાં જો હરિશ્ચંદ્ર તને લઈ જાય, તો આશ્ચર્ય કહેવાય. સિંહના મુખમાં આવેલી હરણીને શું મદોન્મત્ત હાથીઓ લઈ જઈ શકે ? (૩૪૧).
તે સાંભળી ક્રોધાગ્નિથી બળતો વસુભૂતિ મંત્રી બોલ્યો કે :” અરે તાપસ ! તું જંગલી ભીલની જેમ લોકમાર્ગને પણ જાણતો નથી. (૩૪૨)
સ્કૃતિના સ્મરણમાં મૂર્ખ એવા હે અધમ તાપસ ! પતિને પરમેશ્વર માનનારી નારીઓ કદાપિ પરને આધીન ન જ થાય. (૩૪૩)
એટલે વસુભૂતિને શ્રાપ દઈને તેણે શુક (પોપટ) બનાવી