________________
પ્રથમ સff:
कुन्तलो जम्बुको भूत्वा, शब्दं कुर्वन् बहिर्ययौ । कोपं महर्षे ! मा कार्षानत्वेदमवदन्नृपः ॥३३०॥ मुनिना विहितं दूरे, पादेनाहत्य भूपतिम् । विलोक्य रोहिताश्वोऽथ, रुरोद करुणस्वरैः ॥३३१॥ मां गृहाण मुने ! तातं, मा मा ताडय निर्दयम् । इति श्रुत्वा शिशोर्वाक्यमृषिस्तुष्टो मनस्यभूत् ॥३३२।। क्रोधोत्तालं मुनिः प्राह, सुतारां प्रति निघृणः । रे ! त्वया शिक्षितो बालो, जानाति कथमीदृशम् ? ॥३३३॥ हरिश्चन्द्रोऽभ्यधादित्थं, महर्षे ! ब्रह्मसेवधे ! । मासमेकं प्रतीक्षस्व, तुभ्यं दास्यामि काञ्चनम् ॥३३४॥ કરીને કુંતલને ક્ષણવારમાં જંબૂક (શિયાળો બનાવી દીધો. (૩૨૯)
એટલે કુંતલ શૃંગાલ થઈ શબ્દ કરતો બહાર ચાલ્યો ગયો. પછી રાજાએ નમીને કહ્યું - “હે મહર્ષે ! કોપ ન કરો” (૩૩૦)
એટલે મુનિએ રાજાને પાટુ (લાત) મારીને દૂર કર્યો તે જોઈને રોહિત કરૂણસ્વરથી રૂદન કરવા લાગ્યો કે :- (૩૩૧)
હે મુનિ ! મને ગ્રહણ કરી લ્યો પણ મારા પિતાને નિર્દય થઈને મારો નહિ.” આ પ્રમાણે સાંભળીને બાળકના વચનામૃતથી ઋષિને મનમાં સંતોષ થયો. (૩૩૨)
પણ બહારથી ક્રોધાતુર અને નિર્દય બનીને ઋષિએ સુતારા રાણીને કહ્યું કે :- “અરે ! તે આ બાળકને શીખવાડી રાખ્યું લાગે છે. નહિ તો આવું તે શી રીતે બોલી જાણે ?” (૩૩૩)
એ વખતે હરિશ્ચંદ્રરાજા બોલ્યો કે - હે મહર્ષે ! હે બ્રહ્મસાગર! આપ એક માસ રાહ જુઓ તેટલામાં હું આપને સુવર્ણ લાવી